મનોરંજન

પ્રેગ્નેટ કરીના બેગમને રસ્તા ઉપર સાચવીને ચાલતો જોવા મળ્યો સૈફ અલી ખાન, 5 તસ્વીરો થઇ વાયરલ

અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાના પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે, સાથે હાલમાં જ તે હિમાચલમાં પોતાની રજાઓ માણીને મુંબઈ પરત પણ ફરી છે આ દરમિયાન જ કરીનાને પતિ સૈફ અલી ખાન સાથે રસ્તા ઉપર ચાલતા સ્પોટ કરવામાં આવી હતી જેમાં સૈફ કરીનાને સાચવી તેનો હાથ પકડીને તેને ચાલતો જોવા મળ્યો હતો.

Image Source

બુધવારે સ્પોટ થયેલી આ તસ્વીરમાં સૈફ અલી ખાન બ્લુ ટી શર્ટમાં નજર આવ્યો હતો અને તેને મોઢા ઉપર માસ્ક પહેરી રાખ્યો હતો. તો આ દરમિયાન કરીના કપૂર પિન્ક ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન જ સૈફનાં હાથ ઉપર બનેલું ટેટુએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

Image Source (Instagram: Instantbollywood)

આ ટેટુની અંદર પિરામિડ અને એક મોટી આંખ બનેલી જોવા મળી રહી છે. જો કે હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે આ ટેટુનો શો મતલબ થાય છે. પરંતુ તેના હાથ ઉપર બનેલું આ ટેટુ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે.

Image Source (Instagram: Instantbollywood)

આ ઉપરાંત સૈફ અને કરીનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સૈફ અને કરીના એક બિલ્ડિંગની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ તે કારમાં બેસીને ત્યાંથી ચાલ્યા જાય છે.

Image Source (Instagram: Instantbollywood)

કરીના અને સૈફ રસ્તામાં ચાલતા ચાલતા જયારે સ્પોટ થયા ત્યારે સૈફે કરીનાનો હાથ પકડી રાખ્યો હતો અને ખુબ જ સાચવીને કરીનાને ચલાવી રહ્યો હતો. આ દરમિયાન કરીનાનો બેબી બમ્પ પણ સ્પષ્ટ નજર આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

સૈફ કરીનાની ખુબ જ કાળજી રાખે છે, તે પોતાના શૂટિંગ સેટ ઉપર પણ કરીનાને સાથે જ લઈને જાય છે. હાલમાં જ સૈફ પોતાની ફિલ્મ “ભૂત પોલીસ”ના શૂટિંગ માટે હિમાચલ હતો ત્યાં પણ કરીના અને તૈમુર તેની સાથે જોવા મળ્યા હતા.