
સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન પર વાત કરી હતી, જેમાં તેમણે પોતાની પહેલી પત્નીના ખૂબ જ વખાણ કર્યા. સૈફનું કહેવું છે કે માત્ર અમૃતા જ હતી કે જેની સાથે મને કામને ગંભીરતાથી લેતા શીખવ્યું.

આ ઇન્ટરવ્યૂમાં સૈફે કહ્યું, ‘હું ઘરેથી ભાગી ગયો હતો અને 20 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. હું અમૃતા સિંહ મારી પહેલી પત્નીને એ વાતનો શ્રેય આપીશ કે એ એકમાત્ર વ્યક્તિ હતી કે જેણે મને બધા કામોને ગંભીરતાથી લેતા શીખવ્યું. તેઓએ મને કહ્યું હતું કે જો લક્ષ્ય પર હસશો તો ક્યારેય પણ એને મેળવી નહિ શકો. આ પછી મને મારી ડેબ્યુ ફિલ્મ પરંપરા મળી.’

સૈફે આગળ જણાવ્યું કે જયારે એને ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દિલ ચાહતા હૈ મળી ત્યારે પણ તેઓ પોતાના પાત્રને લઈને અસમંજસમાં હતા. તેમણે એ સમજમાં આવી રહ્યું ન હતું કે આ પાત્ર કેવી રીતે ભજવવું. ત્યારે અમૃતાએ પોતાની જાત પર વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી.

સૈફે જણાવ્યું હતું કે તે બધાને જ પૂછતા રહેતા હતા કે સમીરનું પાત્ર કેવી રીતે ભજવવું. જો કે અમૃતાએ એને કહ્યું કે એ બધાને કેમ પૂછે. આ પોતાની રીતે કરવું જોઈએ. તેઓએ અમૃતાની સલાહ માની અને સમીર આધુનિક સિનેમાનું સૌથી પસંદગીના પાત્રમાંથી એક બની ગયો.

નોંધનીય છે કે સૈફ અલી ખાને 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા, અમૃતા તેમના કરતા 12 વર્ષ મોટી હતી. તેમના બે બાળકો છે સારા અને ઇબ્રાહિમ. 2004માં તેમના છૂટાછેડા થઇ ગયા. પછી સૈફે 2012માં 10 વર્ષ નાની કરીના સાથે લગ્ન કર્યા અને તેમનો એક દીકરો તૈમૂર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.