ખબર મનોરંજન

સેફ અલી ખાને રાવણ અને સીતાને લઈને કહી એવી વાત કે ભડકી ગયા લોકો, બરાબરનો ફસાયો સેફ

બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન ફરી એક વાર નેગેટિવ રોલ માટે તૈયાર છે. તે જલ્દી જ નિર્દેશક એમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ માં લંકેશ એટલે કે રાવણના રોલમાં નજરે આવશે. પરંતુ આ ફિલ્મમાં તેના રોલની વાત કરતા સૈફ અલી ખાને એવું નિવેદન આપ્યું હતું કે, જેનાથી લોકોના ભાવનાને ઠેસ પહોંચી છે. આ બાદ સૈફ અલી ખાન લોકોના નિશાના પર આવ્યો હતો. હવે સૈફ અલી ખાનએ તેના નિવેદન માટે માફી માંગી છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

સૈફ અલી ખાન આદિપુરુષમાં રાવણનો રોલ નિભાવતો નજરે આવશે. આ ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસ ભગવાન રામના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરશે. સૈફ અલી ખાને તેના નિવેદનમાં કહ્યું હતું કે, મને ખબર છે કે , એક સાક્ષાત્કાર માં મારા નિવેદનથી વિવાદ થયો છે. હું લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવા નથી માંગતો. મારી કોઈ મંશા નથી. હું બધાની માફી માંગવા ઇચ્છુ છું. અને મારુ નિવેદન પાછું લઉં છું. ભગવાન રામ હંમેશા સત્યનું પ્રતીક રહ્યા છે અને મારા માટે હીરો છે. આદિપુરુષ ફિલ્મ અસત્ય પર સત્યની જીતને દેખાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

સૈફ અલી ખાને થોડા દિવસ પહેલા આદિપુરુષ ફિલ્મને લઈને કહ્યું હતું કે, એક રાક્ષસ રાજાનો રોલ નિભાવવો ઘણો દિલચસ્પ છે. પરંતુ એ એટલો પણ ક્રૂર નહીં હોય. રાવણનો માનવીય ચહેરો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે જ બતાવવામાં આવશે કે રાવણની તરફથી સીતાનું અપહરણ અને યુદ્ધ કરવું સાચું હતું કારણકે લક્ષ્મણને તેની બહેન શૂપર્ણખાનું  નાક કાપ્યું હતું. રાવણને માનવીય બતાવવાના નિવેદન પર વિવાદ થયો હતો. જે બાદ 50 વર્ષીય એક્ટરે માફી માંગી હતી.

જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સૈફ અલી ખાન આ ફિલ્મમાં લંકેશના રોલમાં નજરે આવશે. તો ભગવાન શ્રીરામના રોલમાં પ્રભાસ નજરે આવશે. પરંતુ હજુ સુધી સીતા અને લક્ષ્મણના રોલના નામ સામે આવ્યા નથી. આ ફિલ્મનું શુટીંગ હજુ સુધી ચાલુ થયું નથી. નિર્માતા અને નિર્દેશક આ ફિલ્મને 11 ઓગસ્ટ 2022 સુધી રીલિઝ કરવાનો પ્લાન કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

જણાવી દઈએ કે,સૈફ અલી ખાન આજકાલ લગાતાર દમદાર વિલનના રોલમાં નજરે આવી રહ્યો છે. તાનાજીમાં નેગેટિવ રોલથી લોકોના દિલ જીતનાર સૈફ હવે રાવણના રોલમાં નજરે આવશે.