મનોરંજન

દીકરી સારાની હરકત પર કાળઝાળ થયો સૈફ અલી ખાન, ગુસ્સામાં Ex વાઈફ અમૃતા સિંહને કહી દીધું કંઈક આવું

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એન્ગલથી થઇ રહેલી તપાસમાં ઘણી બૉલીવુડ એક્ટ્રેસ આવી ગઈ છે.જે પૈકી એક છે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન. આ કેસમાં એનસીબીએ સારા પાસે ડ્રગ્સ મામલાથી લઈને સુશાંત સાથે તેના સંબંધને લઈને જાણવાની કોશિશ કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો ડ્રગ્સ કેસમાં ફસાયેલી સારાની મદદ કરવામાં તેના પિતા સૈફ અલી ખાને ઇન્કાર કરી દીધો છે. તો આ સાથે જ તે પત્ની કરીના કપૂર અને દીકરા તૈમુર અલી ખાન સાથે દિલ્લીમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ બાદમાં ખબર આવી હતી કે, નારાજગી હોવા છતાં પણ સૈફ તેની દીકરી સારાની મદદ કરવા માટે તૈયાર થયો હતો. આટલું જ નહીં સૈફે સારા માટે લીગલ ટિમ પણ અરેન્જ કરાવી છે.
આટલું જ નહીં ખબર તો ત્યાં સુધી આવી છે કે, સૈફએ તેની પૂર્વ પત્ની અમૃતા સિંહને પણ જબરદસ્ત ફટકાર લગાવી છે જે દીકરીના કરિયરથી જોડાયેલા બધા જ ફેંસલા ખુદ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

જણાવી દઈએ કે, સારા અને સુશાંતના અફેરની જયારે શરૂઆત થઇ હતી ત્યારે સૈફ ઘણો નારાજ થયો હતો. આટલું જ નહીં સૈફે સુશાંતને તેની દીકરીથી દૂર રહેવાનું પણ કહ્યું હતું.
નોંધનીય છે કે, ડ્રગ્સ કેસમાં સારાને એનસીબીએ સમન્સ પાઠવ્યું હતું. સારાની લગભગ 4 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by weeeeeee2 (@bollywoodangels8) on

સારાએ પણ જણાવ્યું હતું કે, પાર્ટીઝમાં ડ્રિન્ક સર્વ કરવામાં આવ્યું હતું. એનસીબીની પુછપરછમાં સારા અલી ખાને ડ્રગ્સ લેવાની વાતનો ઇન્કાર કરી દીધો હતો. સારાએ ફક્ત સિગરેટ પીતી હોવાની જ વાતને કબૂલી હતી. સારાએ રિયાના આરોપને નકારી દીધા હતા જેમાં રિયાએ કહ્યું હતું કે સારાએ ફિલ્મ ‘કેદારનાથ’ દરમિયાન ડ્રગ્સનો હાઈ ડોઝ લીધો હતો. સારા અલી ખાને કહ્યું હતું કે, તે ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન સુશાંત સાથે ફક્ત સિગરેટ જ પીતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Fame india™ (@fameindiaa) on

સૈફનાં પરિવારની વાત કરવામાં આવે તો સૈફ જેટલો પત્ની કરીના અને દીકરાનો ખ્યાલ રાખે છે તેટલો જ તેની દીકરી સારા અને દીકરા ઇબ્રાહિમનો ખ્યાલ રાખે છે. પરંતુ આ વખતે સારાએ જે કર્યું છે તેનાથી બહુ નારાજ છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના હાલ દિલ્લીમાં તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’નું શૂટિંગ કરી રહી છે. કરીના પ્રેગ્નેન્ટ હોય સૈફ કોઈ રિસ્ક લેવા નથી માંગતો. તેથી તે કરીનાની સાથે હર પળ રહે છે. રીપોર્ટસનું માનીએ તો કરીના આગામી અઠવાડિયામાં આમિર ખાન સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે. આ દરમિયાન તે ફેમિલી સાથે દિલ્લીમાં નહીં પરંતુ પટૌડી પેલેસમાં રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

ફિલ્મનું શૂટિંગ ઘણા અઠવાડિયા સુધી ચાલશે. તે માટે સૈફે ફેંસલો લીધો છે કે કરીના પટૌડી પેલેસથી શૂટિંગ માટે તેની કારથી દિલ્લી જશે.

તમને જણાવી દઈએ કે, કરીના નવા વર્ષમાં તેના બાળકને જન્મ આપશે. કરીનાનું આ બીજું બાળક છે જયારે સૈફનું આ ચોથું બાળક છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.