બોલીવુડના ખુબ જ ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાનનો 50માં જન્મ દિવસની પાર્ટી રવિવારે રાત્રે ઉજવવામાં આવી. આ અવસર ઉપર મોડી રાત્રે સૈફ અલી ખાનના ઘરે કરીના કપૂરની સાથે કરિશ્મા કપૂર, સોહા અલી ખાન અને કૃણાલ ખેમુ પણ હાજર હતા. સૈફનાં જન્મ દિવસની પાર્ટીની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ થઇ રહ્યા છે અને ચાહકો તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

કરીના કપૂર ખાને ખાસ અંદાઝમાં પોતાના પતિ સૈફ અલી ખાનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી. કરીનાએ ઇન્સ્ટગ્રામ ઉપર બર્થ ડે પાર્ટીનો વિડીયો પણ શેર કર્યો, જેમાં બંને ખુબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

જન્મ દિવસની કેક કાપ્યા બાદ કરીના અને સૈફ અલી ખાને લિપ લોક કિસ પણ કરી. આ બંનેની પ્રેમ ભરેલી પળો કેમરામાં કેદ થઈ ગઈ. કરીના કપૂરે આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને થોડી જ ક્ષણોમાં લાખો લોકોએ આ વીડિયોને નિહાળી લીધો.
જન્મ દિવસની પાર્ટી માટે સૈફ અલી ખાનના રૂમની અંદર સોનેરી, કાળા, પર્પલ રંગના ફુગ્ગા પણ લગાવવામાં આવ્યા હતા. વિડીયોની અંદર સૈફ અલી ખાન કરીનાના ખભા ઉપર હાથ મૂકીને ઉભેલો જોઈ શકાય છે. કરીના કેક મીણબત્તી સળગાવી રહી છે.
View this post on Instagram
બર્થ ડેના અવસર ઉપર સૈફ અલી ખાન રંગના કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. સાથે જ કરીનાએ લખ્યું છે: “મારા જીવનની ચમકને જન્મ દિવસની શુભકામનાઓ” કરીના સાથે કરિશ્મા કપૂરે પણ ફોટો પોસ્ટ કરીને સૈફને જન્મ દિવસની શુભકામના આપી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.