વેલેન્ટાઈસ વીક ચાલી રહ્યું છે અને બધે જ જયારે પ્રેમનો એકરાર થઇ રહ્યો છે ત્યારે આપણા ગુજરાતી લોકો માટે ટીપ્સ ગુજરાતી કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાના મધુર અવાજમાં એક નવું જ ગીત લઈને આવ્યા છે જેનું નામ છે – ‘સાઇબો રે’.

આ ગુજરાતી ગીત ‘સાઇબો રે’નો જાદુ એવો છવાયો છે કે આ ગીત રજુ થતાની સાથે જ હજારો લોકો આ ગીત સાંભળી ચુક્યા છે. આ ગીત એક ગુજરાતી સંગીત અને લોકગીતનું એક અનેરું મિશ્રણ છે, જેને સાંભળતા જ એક અનેરું દ્રશ્ય રચાઈ જાય છે. આ ગીતના ગાયક કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયા આ ગીત દ્વારા એક નિરંતર શાશ્વત ભાવનાની અપીલ કરે છે. આ ગીત સાથે એક મજબૂત ગમગીની જોડાયેલી છે. પણ સાથે જ આ ગીત સુખદાયક અને શાંતિપૂર્ણ છે.

આ ગીતને શબ્દો અને સંગીત રાજભા ગઢવી અને પ્રિયા સરૈયાએ આપ્યા છે જયારે આ ગીતને સ્વર આપ્યા છે આપણા જાણીતા ગાયક ક્રીતિદાન ગઢવી અને પ્રિયા સરૈયાએ. ટિપ્સ ગુજરાતી તરફથી શ્રી કુમાર તુરાની કહે છે, “એવાં કેટલાક ગીતો હોય છે જે બદલાતી પેઢી, ભાષા કે રજૂ થયાના સમયને ધ્યાનમાં લીધા વગર કાયમ માટે હોય છે. જ્યારે તમે આવા ગીતો સાંભળો છો, ત્યારે તે ફક્ત કોઈના જીવનની ગમગીન યાદોને પાછું લાવતું નથી, પણ તમને ફરીથી જીવંત બનાવે છે. ‘સાઈબો રે’ ચોક્કસપણે આવી જ એક મેલોડી છે. એક સુંદર નવા અવાજ અને અભિગમ સાથેની આ મેલોડી ખાસ કરીને આજના પ્રેક્ષકો આવકારશે.”

ત્યારે આ ગીતને પ્રિયા સરૈયા એક સપના જેવું ગણાવે છે અને આ અંગે જણાવતા કહે છે કે “હું થોડા સમયથી કીર્તિભાઈની સાથે ‘સાઇબો રે’ પર કામ કરું છું અને મારે હંમેશાં તેમની સાથે ગીત ગાવાનું સ્વપ્ન હતું, અમને બંનેને સાથે લાવવાનું આ એક પરફેક્ટ ગીત હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગીત બહુ બધા લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને કીર્તિભાઇ તે પહેલાથી જ તેના લાઇવ શોમાં ગાઇ રહ્યા છે, મને યાદ છે જ્યારે મેં કીર્તિભાઇને ગીત રજૂ કર્યું ત્યારે તેણે તરત જ તેને મંજૂરી આપી અને મારી સાથે ગીત માટે સંમત થયા. કિર્તીભાઇ હંમેશાં કંઇક સમકાલીન ગાવાનું ઇચ્છતા હતા જે તેમણે આ પહેલા કર્યું નથી. હું આશા રાખું છું કે દરેકને આ ગીત એટલું ગમે જેટલું અમને ગમે છે.”

આ ગીતમાં એક પત્ની પોતાના શહેર ગયેલા પતિને પત્રો લખીને તેના જવાબની રાહ જોઈ રહી છે અને પતિને યાદ કરી રહી છે. આ ગીતને જોઈને તમને પણ ચોક્કસથી તમારા જીવનની આવી જ કોઈ વિરહની ક્ષણ યાદ આવી જશે.
આ ગીતને જોવા માટે અહીં ક્લિક કરો –
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.