પહેલી વાર્તા :-

એક વખત દિવાળીના દિવસે દુકાનદારે સાઈબાબાને દિવા કરવા માટે તેલ ન આપ્યું. સાઈબાબા દુકાનદારની સામે સ્મિત કરી દ્વારકા માઇમાં પાછા આવ્યા. સાઈબાબાએ પાણીથી દિવાઓ પ્રગટાવ્યા. તે દીવાઓ એવી રીતે સળગતા હતા કે જેવી રીતે ઘીથી સળગતા હોય. આ ચમત્કાર શિરડીમાં બધા જ લોકો એ જોયો અને જય-જયકાર કરવા લાગ્યા.
બીજી વાર્તા :-

એકવાર બાબાના ભક્ત બહુ જ દૂરથી પોતાની પત્ની સાથે બાબાના દર્શન કરવા માટે આવ્યા અને જ્યારે ત્યાં જવા લાગ્યા ત્યારે જોરદાર વરસાદ ચાલુ થઇ ગયો. ભક્ત હેરાન થવા લાગ્યા ત્યારે તેમની તકલીફને દૂર કરવા માટે કહ્યું, હે અલ્લાહ વરસાદ બંધ કરી દો, મારા છોકરાઓને ઘરે જવું છે અને તરત જ વરસાદ બંધ થઇ ગયો.
ત્રીજી વાર્તા :-

એક ગામમાં એક વ્યક્તિની દીકરી રમતા રમતા અચાનક કુવામાં પડી ગઈ. લોકોને લાગ્યું કે તે અંદર ડૂબી ગઈ. આસપાસના બધા લોકો ત્યાં આવ્યા અને જોવે છે તો તે છોકરી હવામાં લટકતી હતી. કોઈ અદ્રશ્ય શક્તિએ તેને પકડી હતી. તે બીજું કોઈ નહીં પણ બાબા જ હતા, કેમકે તે છોકરી કહેતી હતી કે હું બાબાની બહેન છું. હવે લોકોને કોઈ ચોંકવાની જરૂર ન હતી.
ચોથી વાર્તા :-

એક વાર સાઈ બાબાએ એક ખેડૂતને કહ્યું કે જલ્દી જા નહિતર તારું ખેતર સળગી ન જાય. આ સાંભળીને ખેડૂત ભાગીને ખેતરે જાય છે અને એક નાની આગની ચિંગારી જોવે છે. ચિંગારી હવાના કારણે મોટી આગ બનવાની તૈયારીમાં હતી. ત્યારે જ ખેડૂત સાઈબાબા યાદ કરે છે. સાઈબાબા તેની પુકાર સાંભળીને પાણી લઈને ત્યાં આવ્યા અને ખેતર સળગતા બચી ગયું.
પાંચમી વાર્તા :-

સાઈ બાબાએ ઠંડીથી બચવા માટે હવન કુંડમાં અગ્નિ સળગાવી હતી અને ત્યારથી આજ સુધી દ્વારકા માઇમાં તે સળગી રહી છે. આનાથી કેટલાક ચમત્કાર પણ થયા છે. એકવાર એક ડોક્ટરના ભત્રીજાને કેન્સર હતું, તેમની બધી જગ્યાએ સારવાર કરાવી પરંતુ તે ઠીક ના થયો. છેલ્લે તે શિરડી આવ્યો અને સતત બાબાની ધૂની કરી. તેનાથી ભત્રીજાનું કેન્સર મટી ગયું અને તે સાજો થઇ ગયો.
છઠ્ઠી વાર્તા :-
એક ડોક્ટર પોતાના મિત્રો સાથે શિરડીમાં આવતા હતા. તેના મિત્રોએ કહ્યું તું દર્શન કરવા જા પણ ડોક્ટરે ના પડી કે હું શ્રી રામના શિવાય બીજા કોઈ આગળ ઝૂકતો નથી. તેના મિત્રોએ કહું હા પણ ખાલી તું મારી સાથે આવા. શિરડી પહોંચીને બાબાના દર્શન કરવા ગયા. લોકોએ ડોક્ટરને આગળ જતા જોયો અને બાબાને સૌથી પહેલા પગે લાગતા જોઈ બધા અચંબિત થયા અને પૂછ્યું શું થયું?? ડોકટરે જણાવ્યું કે બાબાની જગ્યાએ તેમને શ્રી રામના દર્શન થયા અને તે માટે તેમને પગે લાગ્યા. જ્યારે તે આવું કહેતો હતો ત્યારે તે સાંઈબાબાનું રૂપ ફરી જોવા લાગ્યો. આ જોઈને તે બાળ્યો આ શું સપનું છે. અરે રે આતો યોગ આવતાર છે. તેને પરમ આનંદની અનુભિતી થઇ.
સાતમી વાર્તા :-
ધુમાલના એક મુકાદમાના નિવારણ માટે ન્યાયાલય જતા હતા. રસ્તામાં શિરડી ઉતર્યા. તેમને બાબાના દર્શન કર્યા અને નિવારણ માટે નીકળવા લાગ્યા. પરંતુ બાબાની પરવાનગી ના મળી. બાબાએ તેમને એક અઠવાડિયા માટે રોક્યા. તેઓ નિવારણમાં ના જઈ શક્યા એટલે મુકદમો બીજા દિવસે કરવામાં આવ્યો. એક અઠવાડિયા પછી બાઉ સાહેબની પાછા જવાની અનુમતિ આપી. આ મુદ્દાની સુનવાઈ મહિના સુધી ચાલી અને ૪ ન્યાયધિશો પાસે પહોંચી. ફળ રૂપે ધુમાળે મુકાદમમાં સફળતા મળી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks