જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

મનોકામના પૂર્ણ કરવા માટે ગુરુવારના દિવસે કરો આ ઉપાય, સાંઈબાબાની મળશે વિશેષ કૃપા

હિદનું ધર્મમાં દરેક દિવસ અલગ અલગ ઈશ્વરનો માનવામાં આવે છે. એમ જ ગુરુવારને પણ ખાસ સાંઈબાબાની પૂજા કરવા માટેનો માનવામાં આવે છે. સાંઈબાબાની પૂજા અર્ચના કેટલાક વિધિ વિધાન સાથે કરવામાં આવે તો ભક્તો ઉપર તેમની કૃપા ચોક્કસ વરસતી હોય છે.  આજે અમે તમને સાંઈબાબાની પૂજા કરવા માટેની 10 રીત જણાવવાના છીએ જેના દ્વારા તમે તેમની વિશેષ કૃપા મેળવી શકો છો.

Image Source

1. ગુરુવારના દિવસે ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો. સવારે નાહી ધોઈ સ્વસ્થ થઈને આ સંકલ્પ ધારણ કરવો.

2. ગુરુવારના દિવસે સાંજના સમયે કોઈપણ સાંઈબાબાના મંદિરમાં જઈને 11 મુખ વાળો દિપક પ્રગટાવી બાબાની સામે રાખી દેવો અને ત્યારબાદ 3 વાર શ્રી સાંઈ ચાલીસાનો પાઠ કરવો.

Image Source

3. એવું પણ કહેવામાં આવે છે કે ગુરુવારનું વ્રત એકવાર શરૂ કર્યા બાદ સતત 9 ગુરુવાર સુધી કરવું જોઈએ.

4. ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠીને સાંઈબાબાની મૂર્તિ કે ફોટોની સામે બેસીને તેમની પૂજા કરવી જોઈએ.

Image Source

5. પૂજા કરતા સમયે બાબાની મૂર્તિ કે ફોટાની નીચે પીળા રંગના વસ્ત્રો પાથરવા જોઈએ અને સાથે જ પીળા ફૂલોની માળા પણ ચઢાવવી જોઈએ.

6. સાંઈબાબાની પૂજા કરતી વખતે સાંઈબાબાની પ્રતિમા કે સાંઈબાબાની તસવીરને શુદ્ધ ચંદન દ્વારા તિલક કરવું જોઈએ.

Image Source

7. બાબાની સામે ઘીનો દીવો પ્રગટાવીને સાઈ વ્રતની કથા વાંચ્યા બાદ સાંઈબાબાના મંત્રનું 108 વખત જાપ કરવો જોઈએ.

8. સાંઈનાથને ભોગ લગાવવા માટે બેસનના લાડુ અથવા તો કોઈપણ પ્રકારના શુદ્ધ માવાની મીઠાઈનો પ્રયોગ કરો, અને ભોગ લગાવ્યા બાદ તે જ ભોગને ઘરના બધા જ લોકોમાં પ્રસાદની જેમ વહેંચી દેવો જોઈએ.

Image Source

9. ગુરુવારના રોજ રાખેલા વ્રતની અંદર ભલે તમે ફળ ખાવ પણ એ વાતનું ધ્યાન રાખો કે વ્રતમાં મીઠાની બનેલી કોઈ વસ્તુ ના ખાવી.

10. ગુરુવારના રોજ વ્રત પૂર્ણ થયા બાદ ગરીબ, અસહાય લોકોને ભોજન અવશ્ય કરાવવું. આમ કરવાથી બાબાની કૃપા તરત જ મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.