અજબગજબ ધાર્મિક-દુનિયા

શિરડીમાં થયો ચમત્કાર, ભારતમાં આ જગ્યાએ દીવાલ પર સાઈબાબાએ પોતાના ભક્તોને આપ્યા દર્શન

હાલ શિરડીમાં હજારો ભક્તોની ભીડ જામેલી છે અને આ બધા જ સાંઈબાબાનો ચમત્કાર જોવા માટે અહીં પહોંચ્યા છે. જે ચમત્કાર થયો છે એ છે શિરડીમાં સાઈબાબાની સમાધિની નજીક જ દ્વારકામાઈની દીવાલ પર સાંઈબાબાની આકૃતિ દેખાઈ છે. માહિતી અનુસાર, ગુરુવારે રાતે 11.30 વાગે આરતી થઇ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી.

Image Source

આરતીમાં હાજર સાઈબાબાના ભક્તોએ એવો દાવો કર્યો છે કે તેમને દ્વારકામાઈની દીવાલ પર સાઈબાબાની અસ્પષ્ટ છબી જોઈ. આ એ જ જગ્યા છે કે જ્યા સાઈબાબાએ ઘણો સમય પસાર કર્યો હતો. ભક્તોનું એવું પણ કહેવું છે કે દીવાલ પર થોડા સમય માટે દેખાઈ હતી એ છબીમાં સાઈબાબાનો ચહેરો હસતો હતો. છબી એ જ જગ્યાની પાસેની દીવાલ પર દેખાઈ હતી, જ્યા સાઈબાબા બેસતા અને તેમના ભક્તોને ધાર્મિક ઉપદેશ આપતા હતા.

આ બીજી વાર એવું થયું છે કે ભક્તોએ જણાવ્યું છે કે તેમને દ્વારકામાઈની દીવાલ પર સાઈબાબાની છબી દેખાઈ છે. સાઈબાબાના ભક્તોનું માનવું છે કે આ રીતે બાબા તેમના ભક્તોને દર્શન આપે છે. સાઈબાબાની છબી દીવાલ પર દેખાવાના સમાચાર હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

Image Source

સાઈબાબાના 100 વર્ષની ઉજવણી થવાના કેટલાક દિવસો પહેલા જ આ ઘટના બની છે, જેથી ભક્તો આને બાબાનો ચમત્કાર સમજીને વિશ્વાસ કરી રહયા છે. અહીં નોંધનીય છે કે શિરડી સાંઈબાબાનું ધામ દેશ-વિદેશમાં તેમના ભક્તોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એક આસ્થાનું સ્થળ છે.

વિડીયો:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks