ખબર

ઝાડના થડમાં દેખાઈ સાંઈબાબાની હૂબહૂ પ્રતિમા, દર્શન કરવા ભક્તોનો જામ્યો હતો મેળાવળો, જુઓ વિડીયો પણ થયો વાયરલ

ભગવાન કહે કે છે કે હું શ્રુષ્ટિની દરેક વસ્તુમાં હાજર રહેલો છું, ફળ ફૂલ, વૃક્ષ, નદી પર્વત બધી જ જગ્યાએ ઈશ્વરનો વાસ હોવાની કથાઓ આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ ક્યારેય ઈશ્વરના દર્શન આપણને થયા નથી. થોડાક વર્ષો પહેલા આ ન્યુઝ આવેલી કે હરિયાણાના અંબાલામાં એક વૃક્ષના થડમાં સાઈબાબાની પ્રતિમા દેખાતા જ ભક્તોનો મેળવળો જામ્યો હતો.

Image Source

આ ઘટના બની છે હરિયાણાના અંબાલા સ્થિત કેન્ટોન્મેન્ટના વોર્ડ નંબર 5 સ્થિત રેલવે કોલોનીમાં. જ્યાં એક ગોરસ આંબલીના પેડમાં બે નાના બાળકોને સાઈબાબાની પ્રતિમાના દર્શન થયા અને તે દોડીને પોતાના ઘરે ગયા અને પરિવારને જણાવ્યું ત્યારબાદ અહીંયા ભક્તોનો મેળવળો જામવા લાગ્યો હતો. લોકો આ જોઈને હેરાન રહી ગયા હતા અને ભગવાનનો ચમત્કાર માણવા લાગ્યા હતા.

Image Source

8 વર્ષના સુરજિત અને વરુને જણાવ્યું કે ગુરુવારના દિવસે તે એક વૃક્ષની પાસે રમી રહ્યા હતા, એ દરમિયાન જ અચાનક તેમનું ધ્યાન જંગલમાં ગોરસ આંબલીના વૃક્ષ ઉપર ગયું, તેમને જોયું કે ધીરે ધીરે એક આકૃતિ મોટી થઇ રહી છે. સુરજિતે જણાવ્યું કે ઝાડ ઉપર જે આકૃતિ મોટી થઇ રહી હતી તે બિલકુલ સાઈબાબા જેવી હતી, કારણ કે તેને ઘણીવાર તેના પપ્પાના મોબાઈલમાં સાંઈબાબાનો ફોટો જોયો હતો.

Image Source

ત્યારબાદ બાળકો પોતાના ઘરે ગયા અને પરિવારજનોને આ વાત જણાવી, તે લોકો પણ તરત ઝાડ પોસે પહોંચ્યા અને સાઈબાબાની પ્રતિમાને જોઈ આષ્ચર્ય પામી ગયા. ત્યારબાદ તો ભક્તોની ભીડ જમવા લાગી , મોડી સાંજ સુધી આરતી અને ભજન થયા.

Image Source

આ પ્રતિકૃતિની સુરક્ષાએ માટે રેલવે કોલોની નિવાસીઓએ વૃક્ષની ચારેય બાજુએ ફેન્સીંગ લગાવી દીધી. રેલવે દ્વારા પણ કોઈ દુર્ઘટના ના ઘટે તેના માટે આરપીએફ ને પણ ગોઠવી દેવામાં આવી.

જે વૃક્ષ ઉપ્પર સાઈબાબાની પ્રતિમા મળી આવી છે તે વૃક્ષની નજીક છેલ્લા દોઢ મહિનાથી રેલવે કવોટર્સ બનવાનું આમ ચાલી રહ્યું છે. તેમાં જ કામ કરતા એક મજુરે જણાવ્યું કે “છેલ્લા 2-3 દિવસથી એઓજ એક માણસ આવી અને જે વૃક્ષના પોચા ભાગની અંદર કંઈક હરકત કરી રહ્યો હતો. બની શકે છે કે એજ વ્યક્તિએ સાંઈબાબાની પ્રતિમા કોતરી હોય?”

હવે આ મુદ્દો આસ્થા સાથે પણ જોડાઈ ગયો છે તો બીજી તરફ આને અંધશ્રદ્ધા અને કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કાવતરું જણાવવામાં આવી રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા પણ જો જરૂર પડશે તો પુરાતત્વ વિભાગને પણ તપાસ માટે બોલાવવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.