ધાર્મિક-દુનિયા

સાંઈબાબા અને હનુમાનજી વચ્ચે શું છે બંધન? વાંચો 5 ક્યારેય ના જાણ્યા હોય એવા રહસ્યો

સાંઈબાબા એક દેવ પુરુષ તરીકે પૂજવામાં આવે છે, તેમના સેવા કર્યો અને તેમની ભાવનાની લોકો આજે પણ સાચા માંથી પૂજા કરે છે, કહેવાય છે સાંઈબાબાની પૂજા સાચા માંથી કરવામાં આવે તો જીવનમાં આવેલા તમામ કષ્ટોને તે દૂર કરે છે. તેમજ હનુમાન દાદાને પણ સંકટ મોચન કહેવામાં આવે છે. જીવનમાં આવેલા તમામ સંકટોને દૂર કરવાનું કામ હનુમાન દાદા પણ કરતા હોય છે, ત્યારે હનુમાનજી અને સાંઈબાબા વચ્ચે શું સામ્યતા છે આજે આપણે 5 કારણો દ્વારા જાણીએ.

Image Source

સાંઈ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા:
શિરડીમાં આવેલા સાંઈબાબાના મંદિરમાં હનુમાજીની મૂર્તિ જોવા મળે છે. જે ભક્તો શિરડી દર્શન કરવા માટે ગયા હશે તેમને મંદિર પરિસરમાં જ હનુમાનજીની દક્ષિણામૂર્તિના દર્શન પણ જરૂર કર્યા હશે, સાંઈબાબા પણ હનુમાનજીના નિત્ય દર્શન કરતા હતા, તે માટે જ દેશના દરેક સાંઈ મંદિરમાં હનુમાનજીની એક પ્રતિમા તમને અવશ્ય જોવા મળશે.

Image Source

સાંઈબાબાના જન્મ સ્થાનમાં પણ બિરાજે છે હનુમાનજી:
સાંઈબાબાના જન્મ સ્થાન તરીકે ઓળખવામાં આવતા પાથરીમાં પણ સાંઈબાબાનું એક મંદિર આવેલું છે. આ મંદિરમાં સાંઈબાબાની એક આકર્ષક મૂર્તિ રાખવામાં આવી છે. સાંઈબાબાનું આ નિવાસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા ઉપર ઘણી જ જૂની વસ્તુઓ જેવા કે વાસણો અને ઘણા જ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે આ મૂર્તિઓમાં એક હનુમાનજીની મૂર્તિનો પણ સમાવેશ થાય છે અને આ મૂર્તિ ઘણી જ પ્રાચીન હોવાનું પણ માનવામાં આવે છે.

Image Source

સાંઈબાબાનો પરિવાર હતો હનુમાનજીનો ભક્ત:
શશીકાંત શાંતારામ ગડકરીના એક પુસ્તક “સદ્દગુરુ સાંઈ દર્શન” (એક વૈરાગીની સ્મરણ કથા) અનુસાર સાંઈબાબાનો પરિવાર હનુમાનજીનો ભક્ત હતો. તેમના માતાપિતાના પાંચ પુત્ર હતા જેમાં પહેલા પુત્ર રઘુપત ભૂસારી, બીજા દાદા ભૂસારી, ત્રીજા હરિબાબુ ભૂસારી, ચોથા અંબાદાસ ભૂસારી અને પાંચમા બાલવંત ભૂસારી હતું. સાંઈબાબા તેમના માતાપિતા ગાંગાભાઉ અને દેવકીના ત્રીજા પુત્ર હતા જેમનું નામ હરિબાબુ ભૂસારી હતું.

Image Source

સાંઈબાબાના જન્મ સ્થાને છે હનુમાનજીનું પૌરાણિક મંદિર:
સાંઈબાબાના જન્મસ્થાનથી એક કિલોમીટર દૂર તેમનું પારિવારિક એક મારુતિ મંદિર પણ આવેલું છે. મારુતિનો અર્થ હનુમાનજી થાય છે જે એમના કુળદેવતા તરીકે પણ માનવામાં આવે છે. આ મંદિર ખેતરોની વચ્ચે આવેલું છે જે માત્ર એક જ ગોળ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. તેની બાજુમાં જ એક કૂવો પણ આવેલો છે જ્યાં સાંઈબાબા સ્નાન કરી અને હનુમાનજીની પૂજા કરતા હતા. કોઈ કારણથી ગુરુકુળ છોડ્યા બાદ સાંઈબાબા હનુમાનજીના મંદિરમાં જ પોતાનો સમય પસાર કરતા હતા, જ્યાં તેઓ હનુમાનજીની પૂજા-અર્ચના અને સત્સંગીઓની સાથે જ રહેતા હતા.

Image Source

સાંઈબાબાએ તેમના અંતિમ સમયમાં રામ વિજય પ્રકરણ સાંભળ્યું હતું:
એક જીવની અનુસાર સાંઈબાબાનો જન્મ ભૂસારી પરિવારમાં થયો હતો, જેમના પારિવારિક દેવતા કુંભાર બાવડીના શ્રી હનુમાનજી હતા, જે પાથરીને બહારના વિસ્તારમાં હતા. સાંઈબાબા ભગવાન શ્રી રામ અને હનુમાનજીની ભક્તિ જ કરતા હતા, તેમને પોતાના અંતિમ સમય દરમિયાન પણ રામ વિજય પ્રકરણ સાંભળ્યું હતું અને 1918માં પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.