ધાર્મિક-દુનિયા

શિરડીના સાઈ બાબાના 11 વચન, જીવનની દરેક સમસ્યાનું 100% નિવારણ મળશે

સાંઈ બાબા પોતાના જીવનભરમા એક ફકીરની જેમ રહ્યા. હિંદુ અને મુસ્લિમ બંન્ને સંપ્રદાયના લોકો સાંઈ બાબાને પોતાના આરાધ્ય માને છે. સાંઈ બાબાએ પોતાનું પૂરું જીવન પરોપકારમાં જ લગાવી દીધું હતું. તેની પાસે જે કોઈપણ પોતાની સમસ્યા લઈને આવતા તેમની દરેક સમસ્યાઓનું સમાધાન થઇ જતું હતું. શાસ્ત્રોમાં તથા ઘણા પુસ્તકોમાં સાંઈ બાબાના આ વચનો વિશે જણાવવામાં આવ્યું છે. તેના આધારે જે કોઈપણ વ્યક્તિ સાંઈ બાબાના આ વચનોનું ધ્યાન કરે છે, તેઓની દરેક સમસ્યાઓનું સમાધાન થઇ જાય છે. આવો તો તમને જણાવીએ સાંઈ બાબાના આ 11 વચનો અને તેના અર્થ વિશે.

Image Source

1. પહેલું વચન:
“જો શિરડી મૈં આએગા, આપદ દૂર ભગાએગા”
અર્થ: સાંઈ બાબાની લીલાનું સ્થળ શિરડી રહ્યું છે. માટે સાઈબાબા કહે છે જે કે માત્ર શિરડી આવવાથી જ સમસ્યાઓ દૂર થઇ જશે. જે લોકો શિરડી નથી જઈ શકતા તેઓ અન્ય કોઈ નજીકના સાઈ મંદિર પણ જઈ શકે છે.

2. બીજું વચન:
“ચઢે સમાધિકી સિઢી પર, પૈર તલે દુઃખકી પીઢી પર”
અર્થ: સાંઈ બાબાની સમાધિની સીઢી પર તેલ રાખતા જ ભક્તોનું મન ભક્તિમાં ડૂબી જાય છે અને તેઓ સાંસારિક દુઃખોથી મુક્તિ મેળવી લે છે.

Image Source

3.ત્રીજું વચન:
“ત્યાગ શરીર ચલ જાઉંગા, ભક્ત હેતુ દૌડા આઉંગા”
અર્થ: સાંઈ બાબા કહે છે કે ભલે શરીરમાં હું ન રહું પણ જ્યારે પણ મારા ભક્ત મને બોલાવશે, હું દોડીને આવી જઈશ અને દરેક પ્રકારથી ભક્તની સેવા કરીશ.

4. ચોથું વચન:
“મન મૈં રખના દ્રઢ વિશ્વાસ, કરે સમાધિ પુરી આસ”
અર્થ: આ વચનમાં સાંઈ બાબા કહે છે કે જે કોઈને મારા પર વિશ્વાસ છે, તેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ મારી સમાધિ પર આવીને શાંતિનો અનુભવ કરશે.

Image Source

5.પાંચમું વચન:
“મુજે સદા જીવિત હી જાનો, અનુભવ કરો સત્ય પહચાનો”
અર્થ: સાંઈ બાબા કહે છે કે હું માત્ર શરીર જ નથી. હું અજર-અમર અવિનાશી પરમાત્મા છું, માટે હંમેશા જીવિત રહીશ. આ વાત ભક્તિ અને પ્રેમથી કોઈપણ ભક્ત અનુભવ કરી શકે છે.

6. છ મુ વચન:
“મેરી શરણ આ ખાલી જાએ, હો તો કોઈ મુજે બતાએ”
અર્થ: સાંઈ બાબા કહે છે કે જે કોઈપણ મારા શરણમાં આવે છે, હું તેની દરેક ઈચ્છાઓ પુરી કરું છું.

Image Source

7. સાતમું વચન:
“જૈસા ભાવ રહા જિસ જન કા, વૈસા રૂપ હુઆ મેરે મન કા”
અર્થ: જે વ્યક્તિ મને જે ભાવથી જોવે છે, હું તેને તેવો જ દેખાઉં છું. આ સિવાય જે ભાવથી કામના કરે છે, તે ભાવથી હું તેઓની કામના પૂર્ણ કરું છુ.

8. આઠમું વચન:
“ભાર તુમ્હારા મુજ પર હોગા, વચન ન મેરા ઝૂઠ હોગા”
અર્થ: જે ભક્ત મારા પર આસ્થા રાખશે, તેઓના દરેક દાયિત્વ હું પૂર્ણ કરીશ.

Image Source

9. નવમું વચન:
“આ સહાયતા લો ભરપૂર, જો માંગા વો નહિ હૈ દુર”
અર્થ: જે ભક્ત શ્રદ્ધા ભાવથી સહાયતા માંગશે તે હું ચોક્કસ કરીશ.

10. દસમું વચન:
“મુજમેં લિન વચન મન કાયા, ઉસકા ઋણ ન કભી ચૂકાયા”
અર્થ: જે ભક્ત મન, વચન અને કર્મથી મારું ધ્યાન કરે છે, હું તેનો હંમેશા ઋણી રહીશ.

Image Source

11. અગિયારમું વચન:
“ધન્ય ધન્ય વ ભક્ત અનન્ય, મેરી શરણ તજ જિસે ન અન્ય”
અર્થ: સાંઈ બાબા કહે છે કે મારા તે ભક્તો ધન્ય છે જેઓ અનન્ય ભાવથી મારી ભક્તિમાં લીન છે. આવા જ ભક્તો વાસ્તવમાં એક ભક્ત છે.

કેવી રીતે કરવા સાંઈ બાબા ના આ 11 વચનોનો પ્રયોગ?:
કોઈપણ બૃહસ્પતિવારે આ વચનોને પીળા કાગળ પર લાલ સાહીથી લખી લો. આ વચનોને તમારા પૂજા સ્થાન, શયન કક્ષ અને કામ કરવાની જગ્યા પર લગાવી દો. પૂજાના પહેલા, સુતા પહેલા, કામ કરતા પહેલા અને સવારે ઉઠીને આ વચનોને વાંચો. તેને વાંચ્યા પછી સાંઈ બાબાનું સ્મરણ કરો, તમને સાંઈ બાબાની કૃપા ચોક્કસ મળશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ