નિક્કીની હત્યા કર્યાના 2 દિવસ બાદ સાહિલે પત્નીને કહ્યું હતું કે “મેં એક છોકરીનું ખૂન કરી નાખ્યું છે” ફફડી ગઈ હતી પત્ની અને પછી લીધો એવો નિર્ણય કે….

નિક્કી યાદવ હત્યાકાંડ હાલ દેશભરમાં ખુબ જ ચર્ચામાં છે. લિવ ઇનમાં રહેતા સાહિલ ગહેલોત નામના પ્રેમીએ નિક્કીની કારમાં ડેટા કેબલથી ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશને પોતાના ઢાબામાં રાખેલા ફ્રિજની અંદર છુપાવી દીધી. જો કે પોલીસે આ હત્યાકાંડનો ખુલાસો કરી લીધો છે અને આરોપીએ પણ પોતાનો ગુન્હો કબૂલી લીધો છે. ત્યારે હવે આ મામલે એક પછી એક જે ખુલાસા સામે આવી રહ્યા છે તે પણ હેરાન કરી દેનારા છે.

સાહિલે 9 ફેબ્રુઆરીની રાત્રે નિક્કીની હત્યા કરી હતી અને 10 ફેબ્રુઆરીએ ગામમાં આવીને પુરા રીત-રિવાજથી બીજી યુવતિ સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન જ્યારે તેને પોલીસની કાર્યવાહીની જાણ થઈ, ત્યારે તેણે તેની પત્નીને આ હત્યાની વાત કરી અને તેને તેના પિયર જવાનું કહ્યું. સાહિલની પત્નીના ગામના લોકો વાતો કરી રહ્યા છે કે નિક્કીની હત્યાના કેસમાં પોલીસના વધતા દબાણને જોઈને સાહિલે સોમવારે રાત્રે જ તેની પત્નીની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

સાહિલે તેની પત્નીને કહ્યું કે “તેણે એક છોકરીની હત્યા કરી કરી છે. આ કેસમાં હવે પોલીસ તેને પકડી લેશે. એટલા માટે તે તેના પિયર ચાલી જાય.” આ અંગેની માહિતી મળતા જ મંગળવારે સવારે યુવતીના પરિવારજનો તેને પોતાની સાથે લઈ આવ્યા હતા. આ પછી સાહિલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલ આરોપીની પત્ની જે ગામમાં રહે છે ત્યાં મૌન પ્રવર્તી રહ્યું છે. ઝજ્જરના ખેડી ખુમ્મર ગામની રહેવાસી નિક્કીની હત્યા કરનાર મિત્રાવ ગામના રહેવાસી સાહિલ ગેહલોતે એ જ દિવસે બહાદુરગઢના એક ગામની છોકરી સાથે લગ્ન કર્યા હતા.

યુવતી તેના પરિવારની એકમાત્ર સંતાન છે. તેના પિતા પણ મૃત્યુ પામ્યા છે. માતાએ જ તેનો ઉછેર કર્યો હતો અને હવે તેના હાથ પીળા થઈ ગયા પરંતુ, લગ્નના હાથની મહેંદી ઝાંખી પણ નહોતી થઈ કે દીકરીના જીવનમાં દુ:ખોનો પહાડ તૂટી પડ્યો. જમાઈ જેલમાં છે અને દીકરી ફરી એકવાર મા પાસે આવી ગઈ છે. આ ઘટના બાદ પરિવાર ખૂબ જ દુઃખી છે. યુવતીના સંબંધીઓને મંગળવારે ખબર પડી કે સાહિલે યુવતીની હત્યા કરી છે.

Niraj Patel