લિવ ઇનમાં નહોતા સાહિલ-નિક્કી, વર્ષ 2020માં નોએડાના મંદિરમાં લીધા હતા સાત ફેરા, તસવીર આવી સામે

નિક્કીની બોડીને છુપાવવામાં સાહિલનો પરિવાર પણ સામેલ : લાશને ફ્રિજમાં રાખવામાં કરી મદદ, નિક્કી-સાહિલના 2020માં જ થઇ ગયા હતા લગ્ન

દિલ્લીના નિક્કી હત્યાકાંડમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ-તેમ નવા અને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. શનિવારે એટલે કે આજે પોલિસે ખુલાસો કરતા કહ્યુ કે, સાહિલ અને નિક્કીએ નોએડાના એક મંદિરમાં લગ્ન કર્યા હતા, પણ આ લગ્નથી સાહિલનો પરિવાર નાખુશ હતો. નિક્કી અને સાહિલના લગ્નની જાણકારીની પુષ્ટિ દિલ્લી પોલિસ સાથે સાથે પુજારીએ પણ કરી છે. પૂજારીએ કહ્યુ કે, બંનેના લગ્ન ગ્રેટર નોએડાના મંદિરમાં થયા હતા અને આ લગ્નમાં બે લોકો જ સામેલ થયા હતા.

આરોપી સાહિલ અને મૃતક નિક્કીએ ઓક્ટોબર 2020માં લગ્ન કર્યા હતા, પણ આ લગ્નથી સાહિલનો પરિવાર નાખુશ હતો અને તેમણે ડિસેમ્બર 2020માં તેના લગ્ન બીજી યુવતિ સાથે નક્કી કર્યા હતા. જો કે, છોકરીના પરિવારથી એ વાત છુપાવવામાં આવી હતી કે સાહિલ અને નિક્કી પહેલાથી પરણિત હતા. નિક્કી હત્યાકાંડમાં સાહિલનો પરિવાર પણ સામેલ હોવાનું સામે આવ્યુ છે. પોલીસનું કહેવું છે કે પરિવારના સભ્યોએ મિત્ર સાથે મળીને આરોપીને ફ્રિજમાં નિકીની લાશ છુપાવવામાં મદદ કરી હતી.

આટલું જ નહીં, નિક્કી અને સાહિલના લગ્ન ઓક્ટોબર 2020માં નોઈડાના આર્ય સમાજ મંદિરમાં થયા હતા. નિક્કી સાહિલને બીજા લગ્ન કરવા માટે રોકી રહી હતી, પરંતુ તે રાજી ન થયો અને પછી તેણે નિક્કીની કેબલ વડે ગળુ દબાવી હત્યા કરી દીધી. પોલીસે સાહિલ અને પરિવારની પૂછપરછ કર્યા બાદ શુક્રવારે સાંજે તેના પિતા, મિત્ર અને પિતરાઈ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. આ પછી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બે દિવસ માટે તેમને કસ્ટડીમાં મોકલી દીધા છે. નિક્કી અને સાહિલના લગ્નની તસવીર પણ સામે આવી છે.

ફોટો આવ્યા બાદ નિક્કીના પરિવારે દાવો કર્યો છે કે તેમને આ લગ્ન વિશે બિલકુલ માહિતી નહોતી. આ સાથે જ પોલીસે લગ્ન કરાવનાર પંડિતની પણ પૂછપરછ કરવાાં આવી અને તેણે કબૂલ્યું કે તેણે નિક્કી-સાહિલના લગ્ન 2020માં કરાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આરોપીના પરિવારને સાહિલ અને નિક્કીના લગ્ન વિશે અગાઉથી જાણકારી હતી. પોલીસે સાહિલ અને નિક્કીના લગ્ન સંબંધિત પ્રમાણપત્ર પણ કબજે કરી લીધું છે. પોલીસે ખુલાસો કર્યો કે નિક્કીને 10 ફેબ્રુઆરીએ ખબર પડી હતી કે સાહિલ લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ પછી બંને વચ્ચે ઝઘડો થયો અને આ દરમિયાન સાહિલે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. એ જ દિવસે આરોપીના ઘરે હલ્દીનો કાર્યક્રમ હતો અને તેને ઘરેથી સતત ફોન આવતા હતા. જ્યારે તેણે ફોન ન ઉપાડ્યો તો કેટલાક લોકો તેને શોધવા નીકળ્યા. તેના મિત્રો અને ભાઈઓ સાહિલને શોધી રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ ફોન કરી હત્યાની આખી વાત કહીય જે બાદ પરિવારના સભ્યો અને મિત્રોએ નિક્કીના મૃતદેહનો નિકાલ કરવામાં આરોપીને મદદ કરી. પોલીસે ગુરુવારે ખુલાસો કર્યો હતો કે 10 ફેબ્રુઆરીએ નિક્કીની હત્યા કરવામાં આવી હતી. પણ આ હત્યાનો ખુલાસો 14 ફેબ્રુઆરીએ થયો હતો.

Shah Jina