અકસ્માત બાદ પહેલીવાર સામે આવ્યો બચપન કા પ્યાર ફેમ વાયરલ સહદેવ… નવા ગીત સાથે બતાવ્યો ખાસ અંદાજ, જુઓ વીડિયો

બચપન કા પ્યાર ગીત ગાઈને રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગયેલા સહદેવનો 28 ડિસેમ્બરે એક ભયાનક અકસ્માત થયો હતો. ઘાયલ સહદેવની દર્દનાક તસવીરોએ ચાહકોને દુઃખી કરી દીધા હતા. પરંતુ હવે સારા સમાચાર એ છે કે સહદેવ સ્વસ્થ છે. સ્વસ્થ થયા બાદ સહદેવે ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને ચાહકો અને ડોક્ટરોનો આભાર માન્યો છે.

વીડિયો શેર કરવાની સાથે સહદેવે કેપ્શનમાં લખ્યું, “શબ્દો પૂરતા નથી. તમારી પ્રાર્થનાઓ અને દુઆઓ માટે આપ સૌનો આભાર. ડૉ દેવેન્દ્ર નાઈક સાહેબનો હૃદયપૂર્વક આભાર. વીડિયોમાં સહદેવ હાથ જોડીને બધાનો આભાર માની રહ્યા છે. સહદેવને આ રીતે હસતા જોઈને તેના ચાહકોની ખુશીની કોઈ સીમા નથી. સહદેવને જોઈને સ્પષ્ટ દેખાય છે કે તે હવે પહેલા કરતા ઘણા સારા છે.

સહદેવના આ વીડિયો પર રેપર બાદશાહે પણ કોમેન્ટ કરી છે. કોમેન્ટ બોક્સમાં સહદેવે બાહશાહનો દિલથી આભાર માન્યો છે, તમને જણાવી દઈએ કે સહદેવના અકસ્માત પછી, બાદશાહ સૌથી પહેલા નાના સ્ટારની મદદ માટે આગળ આવ્યા હતા. બાદશાહ સહદેવની તબિયત પર ચાંપતી નજર રાખતો હતો. સહદેવ અને બાદશાહે સાથે કામ કર્યું છે. બાદશાહનું ગીત બચપન કા પ્યારમાં સહદેવે ગાયું હતું. સહદેવ અને બાદશાહનું આ કોલોબ્રેશન હિટ રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sahdev Dirdo (@viralboy_sahdev)

આ ઉપરાંત સહદેવે એક અન્ય વીડિયો તેના ઇન્સ્ટાગ્રામમાં શેર  કર્યો છે, જેમાં તે એક ગીત  ગાતો જોવા મળી રહ્યો છે. આ ગીતના શબ્દો છે. “વેલે વેલે હો ગએ થે જો, બીઝી બીઝી હો ગયે વો ! જોકે ફેન્સને સહદેવનું આ ગીત વધારે પસંદ નથી આવ્યું અને યુઝર્સ તેમને કંઈક બીજું કરવાની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- દીકરા આ વારંવાર નહીં ચાલે.

 

View this post on Instagram

 

A post shared by Sahdev Dirdo (@viralboy_sahdev)

તમને જણાવી દઈએ કે, સહદેવે ‘જાને મેરી જાનેમન’ ગીત એવી રીતે ગાયું હતું કે તે ખૂબ જ ઝડપથી વાયરલ થયું હતું અને દરેકની જીભ પર આવી ગયું હતું. સહદેવની શાળાના શિક્ષકે વર્ષ 2019માં તેના વર્ગમાં બચપન કા પ્યાર ગીત ગાતા તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. વાદળી શર્ટમાં સજ્જ, સહદેવ સીધા કેમેરામાં જુએ છે અને ગીત ગાય છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ સહદેવને હાર પહેરાવીને સન્માન કર્યું હતું.

Niraj Patel