દેવામાં ડૂબેલા જ્લેવર્સ દંપતિએ ગંગામાં લગાવી છલાંગ, આપઘાત પહેલા લીધી સેલ્ફી અને સુસાઇડ નોટમાં બાળકો માટે લખ્યુ આવું…જુઓ

પહેલા લીધી સલ્ફી અને પછી હરિદ્વારમાં જ્વેલર્સ પત્ની સાથે ગંગનહરમાં કૂદ્યો, હ્રદય કંપી ઉઠે એવી કહાની

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમા પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ તેમજ દેવુ જેવા અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં ઉત્તરપ્રદેશમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પતિ-પત્નીએ દેવામાં ડૂબ્યા બાદ આપઘાત કરી લીધો. સહરાનપુરના એક યુવા વેપારી સૌરભ બબ્બરે પોતાની પત્ની સાથે મળી ગંગનહરમાં મોતની છલાંગ લગાવી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે વેપારીની જ્વેલર્સની દુકાન હતી પરંતુ દેવાના કારણે જ્વેલર વેપારીએ પત્ની સાથે આત્મહત્યા કરી લીધી.

વેપારીનો મૃતદેહ હરિદ્વારના ગંગનહરમાંથી મળી આવ્યો છે, જો કે જ્વેલરની પત્ની મોના બબ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. ઘટનાસ્થળેથી પતિ-પત્નીએ આપઘાત પહેલા જે સુસાઈડ નોટ લખી હતી તે પણ મળી આવી છે. જેમાં લખ્યું હતું- હું દેવાના આ દલદલમાં એટલો ફસાઈ ગયો છું કે બહાર નીકળી શકતો નથી. મર્યા પહેલાનો ફોટો અમે બધાને શેર કરી દઇશું. પ્રાપ્ત માહિતી મુજબ, નગર કોતવાલી ક્ષેત્ર કિશનપુરા નિવાસી સૌરભ બબ્બરની મોહલ્લામાં શ્રી સાઇ જ્વેલર્સ નામની દુકાન છે. રવિવારે રાત્રે પત્ની મોના બબ્બર સાથે સૌરભ હરિદ્વાર ગયો હતો.

સોમવારે તેનો મૃતદેહ હરિદ્વારના હર કી પેડી પર મળ્યો. હજુ સુધી તેની પત્નીનો કોઇ અતો પતો લાગ્યો નથી. બંને બહાદરા બાદ ગંગ નહરમાં કૂદ્યા હતા. સૌરભે હાલમાં જ બાઇક ખરીદી હતી. સૌરભના ત્યાં કમેટી થતી હતી. કરોડો રૂપિયા લોકોના હતા. આ દંપતિને બે બાળકો છે, જેમનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં છે. રાનીપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે સૌરભ બબ્બરની સહારનપુરમાં શ્રી સાંઈ જ્વેલર્સના નામે દુકાન છે. દંપતી સોમવારે જ મોટરસાઇકલ પર હરિદ્વાર પહોંચ્યા હતા.

જમાલપુર ખુર્દ ગામ પાસે ગંગનહરના કિનારે એક વ્યક્તિનો મૃતદેહ દલદલમાં ફસાયેલો હોવાની માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ગોતાખોરોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો. મૃતકના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન અને પર્સના આધારે લાશની ઓળખ થઈ. તેમણે જણાવ્યુ કે હજુ સુધી મહિલાનો મૃતદેહ મળ્યો નથી અને તેની શોધ ચાલી રહી છે. સૌરભ પર લગભગ 10 કરોડ રૂપિયાનું દેવું હતુ. દંપતીને બે બાળકો છે, દંપતીએ આત્મહત્યા કરતા પહેલા બંને બાળકોને તેમના નાના-નાની પાસે મોકલી દીધા હતા.

આત્મહત્યા પહેલા સૌરભ અને તેની પત્ની દ્વારા લખેલી તેમજ સહી કરેલી એક નોટ પણ મળી આવી છે, જેમાં તેઓએ લખ્યું હતુ કે- તેઓ દેવાના દલદલમાં એટલા ફસાઈ ગયા છે કે હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી અને એટલે જ તેઓ પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યા છે. તેમણે આ નોટમાં પોતાના બે બાળકો માટે દુકાન અને ઘર છોડવાની વાત કરતી વખતે લખ્યુ “અમે તેમને નાના-નાની સાથે છોડી દીધા છે કારણ કે તેમને માત્ર તેમના પર જ વિશ્વાસ છે.

સૌરભે આત્મહત્યા પહેલા પોતાની દુકાન પર કામ કરવાવાળા ગોલુને એક ઓડિયો મેસેજ મોકલ્યો હતો જેમાં તેણે કહ્યુ હતુ કે બધાને કહી દેજે કે અમે લોકો હરિદ્વારમાં છીએ અને હવે મરવા જઇ રહ્યા છીએ. હું સૌરભ બબ્બર દેવાના દલદલમાં એટલો ફસાઈ ગયો છું કે બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નથી. આખરે હું અને મારી ધર્મ પત્ની મોના બબ્બર અમારું જીવન સમાપ્ત કરી રહ્યા છીએ. મિલકત, દુકાન અને અમારું કિશનપુરા ઘર મારા બંને બાળકો માટે છે.

અમારા બંને બાળકો તેમના નાના-નાનીના ઘરે રહેશે. હવે અમે પતિ-પત્ની તેમના હવાલે કરીને જઇ રહ્યા છીએ. અમારા બાળકો ત્યાં જ રહેશે, અમને બીજા કોઈ પર વિશ્વાસ નથી. અમે લેણદારોને આડેધડ વ્યાજ ચૂકવ્યું છે, અમે હવે આપવા સક્ષમ નથી. અમે જ્યાં આત્મહત્યા કરીશું તે જગ્યાએથી ફટો વ્હોટ્સએપ પર શેર કરી દઇશું.

Shah Jina