સહારા ઇન્ડિયાના ગ્રુપના ચીફ સુબ્રત રોયનું નિધન, આ ગંભીર અને ખતરનાક બીમારીથી ઝઝૂમી રહ્યો હતો

આ ગંભીર અને ખતરનાક બીમારીથી ઝઝૂમી રહ્યો હતો દિગ્ગજ બિઝનેસમેન સુબ્રત રોય, જાણો સહારા ઇન્ડિયા પરિવારે શું જણાવ્યુ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

સહારા ઈન્ડિયા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે મોડી રાત્રે મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 75 વર્ષિય સુબ્રત રોય દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને સહારા ઇન્ડિયાના સ્થાપક હતા. બિહારના અરરિયામાં જન્મેલા સુબ્રત રોયે ગોરખપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ ગોરખપુરથી જ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. 1992માં સહારા જૂથે રાષ્ટ્રીય સહારા નામનું અખબાર પ્રકાશિત કર્યું. આ ઉપરાંત કંપનીએ સહારા ટીવી નામની ટીવી ચેનલ શરૂ કરી.

જણાવી દઈએ કે સહારા ગ્રૂપ મીડિયા, રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ સહિત ઘણા સેક્ટરમાં કામ કરે છે. સુબ્રત રોયના નિધનનું કારણ સહારા ગ્રુપે કાર્ડિયાક અરેસ્ટ જણાવ્યુ. તેઓ છેલ્લા ઘણા સમયથી અનેક રોગોથી પીડિત હતા. તેમાં કેન્સર અને ડાયાબિટીસનો પણ સમાવેશ થાય છે. તેમનું શરીર મેટાસ્ટેટિક મેલિગનૈંસી, હાયપરટેન્શન અને ડાયાબિટીસથી પણ ગ્રસ્ત હતુ. બધી બીમારીઓએ મળી જીવનું જોખમ પેદા કર્યુ, જેને કારણે તેમનું નિધન થઇ ગયુ.

કાર્ડિયોરેસપિરેટરી અરેસ્ટ
આને કારણે વ્યક્તિનો શ્વાસ અચાનક બંધ થઈ જાય છે, હૃદયની કામગીરી પર અસર થાય છે અને વ્યક્તિ બેભાન થવા લાગે છે. આ સમસ્યા હૃદયની વિદ્યુત પ્રણાલીમાં ગરબડને કારણે થાય છે, જે હૃદયના ધબકારાની સામાન્ય ગતિને અસર કરે છે. જેના કારણે લોહી દ્વારા શરીરમાં યોગ્ય ઓક્સિજન પહોંચતો નથી અને શરીરના અવયવો ફેલ થવા લાગે છે.

મેટાસ્ટેટિક મેલિગનૈંસી
મેટાસ્ટેટિક મેલિગ્નન્સી એ એક પ્રકારનું કેન્સર છે. તેના કિસ્સાઓ ખૂબ જ દુર્લભ છે. આ રોગમાં કેન્સરના કોષો ઝડપથી ફેલાય છે. આ કેન્સર લસિકા ગાંઠો અને ચેતાઓમાં ફેલાય છે. આ પછી તે શરીરના અન્ય ભાગોમાં ફેલાવા લાગે છે. આ કેન્સરના પ્રારંભિક લક્ષણો ઓળખી શકાતા નથી. આ જ કારણ છે કે આને લગતા મોટાભાગના કેસ એડવાન્સ સ્ટેજમાં થાય છે અને તેની સમયસર સારવાર થઈ શકતી નથી.

હાયપરટેન્શન અને ડાયાબિટીસ
આ બંને જીવનશૈલી સંબંધિત રોગો છે. હાયપરટેન્શન વાસ્તવમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે. જો કે આ એક સામાન્ય સ્થિતિ છે, પરંતુ વધતી ઉંમર સાથે તે જીવલેણ બની જાય છે. આ રોગને કારણે વિશ્વભરમાં અબજો લોકો મૃત્યુ પામે છે. તેની યોગ્ય સારવાર છે, પરંતુ તે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે. બીજી તરફ, ડાયાબિટીસમાં, વ્યક્તિનું સ્વાદુપિંડ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે શરીર ઇન્સ્યુલિનની સંતુલિત માત્રા જાળવી શકતું નથી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina