ધાર્મિક-દુનિયા

દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં છે ગણેશજીનો પૂરો પરિવાર, રિદ્ધિ-સિદ્ધિની સાથે દીકરી પણ બિરાજમાન

ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવે છે. દેશમાં ઠેર-ઠેર ગણેશજીના મંદિર છે. ગુજરાતમાં પણ ગણેશના જાણીતા મંદિર છે. જેમાં ધોળકા પાસે આવેલું ગણેશપુરામાં ગણપતિનું મંદિર અને મહેમદાબાદમાં આવેલું ગણેશજીનું મંદિર.

Image Source

પ્રથમ પૂજ્ય ગણેશજીના દુનિયામાં ઘણા એવા મંદિરો છે. બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે તેમની ઘણી પ્રતિમાઓ છે. પણ ગુજરાતમાં માત્ર એવું મંદિર છે. જ્યાં ગણેશજીનો પૂરો પરિવાર છે. પૂરો પરિવાર એટલે કે બંને પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ પુત્રી-માં સંતોષી, બંને પુત્ર શુભ-લાભ, બંને પૌત્ર-ક્ષેમ અને કુશલ.
આ મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી તીર્થમાં છે. અહીં માં અંબાનું ભવ્ય અને પ્રાચીન મંદિર છે. આ મંદિર પરિસરમાં સ્થિત છે. અહીં સિદ્ધિ વિનાયકનું મંદિર છે. આ મંદિરમાં ગણેશજી તેના પુરા પરિવાર સાથે બિરાજમાન છે. મંદિરના પૂજારી મુકેશભાઈના જણાવ્યા અનુસાર, આ દુનિયાનું એકમાત્ર મંદિર છે. જ્યાં ગણેશજીના સહકુટુંબની પૂજા કરવામાં આવે છે.

Image Source

આવો જાણીએ ગણેશજીના પુરા પરિવાર વિષે
શાસ્ત્રોમાં ગણેશજીને ઉલ્લેખ છે કે, ભગવાન ગણેશનું શરીર વિશાળકાય હતું. ગણેશજીના મુખની જગ્યાએ હાથીનું મુખ લાગેલું હતું. જેના કારણે તેની સાથે કોઈ કન્યા લગ્ન કરવા માટે તૈયાર ના હતી, તેથી ગણેશજઈને બહુજ ગુસ્સો આવ્યો હતો.
ગણેશજીએ નિશ્ચય કર્યો હતો કે, કોઈ પણના લગ્નમાં વિઘ્ન લાવવું. ત્યારે ગણેશજીએ તેના વાહન મૂષકને આદેશ કર્યો હતો કે, જ્યાં પણ કોઈના લગ્ન થતા હોય ત્યાં જઈને વિઘ્ન લાવવું. તેથી મૂષક ગમે ત્યાં પહોંચીને લગ્નમાં વિઘ્ન લાવતો હતો.

Image Source

મૂષકથી બધા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે દેવી-દેવતાઓએ ભગવાન બ્રહ્મને કોઈ ઉપાય કરવાની માંગ કરી હતી. ત્યારે બ્રહ્માએ બે કન્યાઓ રિદ્ધિ, સિદ્ધિનું સર્જન કરી ગણેશજીના ભવ્ય લગ્ન કરાવ્યા હતા.

Image Source

આ રીતે ગણેશજી સાથે બુદ્ધિ-વિવેકની દેવી રિદ્ધિ અને સફળતાની દેવી સિદ્ધિના લગ્ન થયા હતા. સમય જતા ગણેશજીને શુભ અને લાભ બન્ને પુત્ર જન્મ્યા હતા. તો બીજી તરફ ક્યાંક ધર્મગ્રંથમાં માં સંતોષીને પણ ગણેશજીની દીકરી ગણાવવામાં આવી છે. જે અહીં જોવા મળે છે. સાથે જ ગણેશજીના 2 પૌત્રો ક્ષેમ અને કુશળ પણ અહીં બિરાજમાન છે.

Image Source

આ ગણેશ ઉત્સવ પર આ મંદિરની મુલાકાત ચોક્કસથી લો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks