મધ્યપ્રદેશના સાગરમાં એક દલિત યુવકને માર મારી તેની હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યારે યુવકને બચાવવા માં પહોંચી ત્યારે તેની માતાને પણ નિર્વ્સ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. મામલો એવો છે કે થોડા દિવસો પહેલા આરોપીએ મૃતકની બહેનની છેડતી કરી હતી, અને એ મામલે કેસ પણ નોંધાયો હતો. આરોપી પીડિતના પરિવાર પર રાજીનામું આપવા દબાણ કરી રહ્યા હતા. આ ઘટનાને લઈને બસપા-કોંગ્રેસની એન્ટ્રી થઈ ગઈ છે. વિરોધ પક્ષોએ ભાજપ પર નિશાન સાધ્યું છે.
મળતી માહિતી મુજબ, આ મામલો ખુરઈ દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના બરોદિયા નૌનાગીરનો છે. અહીં ગુરુવારે રાત્રે કેટલાક ગુંડાઓએ એક દલિત યુવકને માર માર્યો હતો. દરમિયાનગીરી કરવા આવેલી મૃતકની માતાને પણ નિર્વ્સ્ત્ર કરીને માર મારવામાં આવ્યો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે હત્યા સહિત અન્ય કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
પોલીસે મુખ્ય આરોપી સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપી સરપંચ પતિ અને અન્ય ફરાર છે. ઘટનાને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કલેક્ટર દીપક આર્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકના પરિજનોએ 40 કલાક સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા ન હતા. 10 માંગણીઓ પર આશ્વાસન મળતાં પરિજનોએ અંતિમ સંસ્કાર કર્યા હતા.
મૃતકના પરિજનોએ આરોપીના ઘરે બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. મૃતકની બહેને જણાવ્યું કે ‘ગામના વિક્રમ સિંહ, કોમલ સિંહ અને આઝાદ સિંહ ઘરે આવ્યા હતા અને માતાને કહેવા લાગ્યા રાજીનામું આપવાનું કરી લો. માતાએ કહ્યુ કે જ્યારે પેશી થશે ત્યારે તે રાજીનામું આપી દેશે, પછી તેણે કહ્યું કે તમને તમારા બાળકોના જીવની પરવાહ નથી, બસ આટલું કહી ધમકી આપીને ચલ્યા ગયા.
મારો નાનો ભાઈ બસ સ્ટેન્ડ પાસે શાકભાજી લેવા ગયો હતો અને આ દરમિયાન રસ્તામાં આરોપીઓ તેની સાથે મારપીટ કરવા લાગ્યા. જ્યારે તે દોડવા લાગ્યો ત્યારે કેટલાક લોકોએ તેને પકડી લીધો અને ખૂબ માર માર્યો. મૃતકની બહેને વધુમાં કહ્યું કે, ‘જ્યારે માતા બજાર તરફ ગઈ ત્યારે તેણે જોયું કે તેઓ તેના ભાઈ સાથે લડી રહ્યા છે, તેથી માતા તેને બચાવવા વચ્ચે પડી તો આરોપીઓએ માતાને પણ માર માર્યો.
યુવકની બહેને કહ્યું કે ‘આરોપીઓએ ભાઈ અને માતાને ખૂબ માર્યા. પછી હું ત્યાંથી ભાગી તો તેઓ મારી પાછળ પડ્યા. હું જઈને જંગલમાં સંતાઈ ગઇ હતી, આરોપીએ અગાઉ મારી છેડતી કરી હતી. મને ધમકી આપી કે તેઓ અહીં જ 376 કરી દેશે, જેને ફરિયાદ કરવી હોય એ કરે. એ પછી માંને બપર્દા કરી દીધી, તે સમયે ત્યાં 70 લોકો હાજર હતા, ભાઇ બહોંશ પડ્યો હતો. તે પછી તેઓ ભાગી ગયા.
41 વર્ષીય મુખ્ય આરોપી વિક્રમ સિંહ ઠાકુર, 36 વર્ષીય આઝાદ ઠાકુર, 37 વર્ષીય ઈસ્લામ ખાન, 36 વર્ષીય ગોલુ ઉર્ફે સુશીલ કુમાર સોની, 28 વર્ષીય -અનીશ ખાન, 22 વર્ષીય ગોલુ ઉર્ફે ફારીમ ખાન, 28 વર્ષીય અભિષેક રકવાર અને 19 વર્ષીય અરબાઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બરોદિયા નૌનાગીરના રહેવાસી છે. પોલીસ ફરાર આરોપીને શોધી રહે છે.
1. मध्यप्रदेश के सागर जिले में जहाँ अभी हाल ही में पीएम श्री नरेन्द्र मोदी जी ने संतगुरु रविदास जी का स्मारक बनाने की नींव बड़े तामझाम से रखी, वहीे उसी क्षेत्र में उनके भक्तों के साथ जुल्म-ज्यादती चरम सीमा पर है, जो भाजपा व उनकी सरकार के दोहरे चरित्र का जीता-जागता प्रमाण है।
— Mayawati (@Mayawati) August 26, 2023
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ‘મધ્યપ્રદેશના સાગરમાં એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. ગુંડાઓએ તેની માતાને પણ બક્ષી નહીં. સાગરમાં સંત રવિદાસ મંદિર બનાવવાનું નાટક કરનારા વડાપ્રધાન મધ્યપ્રદેશમાં સતત થઈ રહેલા દલિત અને આદિવાસીઓના અત્યાચાર અને અન્યાય પર ચૂં પણ નથી કરતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કેમેરાની સામે વંચિતોના પગ ધોઈને પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કરે છે.
ભાજપે મધ્યપ્રદેશને દલિત અત્યાચારની પ્રયોગશાળા બનાવી દીધી છે. ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં દલિતો સામેના ગુનાઓનો દર સૌથી વધુ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ત્રણ ગણો છે. મોદીજી, આ વખતે મધ્યપ્રદેશની જનતા ભાજપની જાળમાં ફસાવાની નથી. સમાજના વંચિત અને શોષિત વર્ગની વ્યથાનો જવાબ તમને થોડા મહિના પછી મળશે. ભાજપની વિદાય નિશ્ચિત છે.’