ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત, અરવલ્લીના ભુવાજી તરીકે જાણીતા 35 વર્ષીય સાગર દેસાઈ અચાનક જ ઢળી પડ્યા અને પછી….

અરવલ્લીમાં હાર્ટ એટેકે એકનો જીવ લીધોઃ ભુવાજી તરીકે જાણીતા સાગર દેસાઈ અચાનક ઢળી પડ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Heart attack on Bhuwaji in Aravalli : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના યુવાનો હાર્ટ એટેકની ચપેટમાં આવી રહ્યા છે. કોરોના બાદ આ મામલામાં સતત ઉછાળો આવ્યો છે અને રોજ કોઈને કોઈનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબર સામે આવતી રહે છે. ત્યારે હાલ હાર્ટ એટેકની એક એવી જ ઘટના અરવલ્લીમાંથી સામે આવી છે, જેમાં ભુવાજી તરીકે જાણીતા સાગર દેસાઈનું હાર્ટ એટેકથી મોત થતા જ ચકચારી મચી ગઈ છે.

35 વર્ષીય ભુવાજીને હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લીના મોડાસામાં આવેલા ધોલવાણી ગામના રહેવાસી અને ભુવાજી તરીકે જાણીતા બનેલા 35 વર્ષીય સાગર દેસાઈ ઘરે જ હતા ત્યારે તેમને તબિયત સારી ના હોવાનું જનતા તેમને ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ દરમિયાન જ તેઓ ઢળી પડ્યા. તેમના અચાનક ઢળી પાડવાના કારણે તેમને પરિવારજનો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા.  પરંતુ ત્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

સારવાર દરમિયાન થયું મોત :

તબીબોના પ્રાથમિક તારણ અનુસાર સાગર દેસાઈનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. ફક્ત 35 વર્ષની ભર યુવાનીમાં જ  સાગર દેસાઈનું મોત થતા જ પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. તેમના નિધનથી તેમના ગામ ધોલવાણીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ પણ  ચિંતાનો વિષય બન્યા છે, ઘણા લોકોના જિમમાં કસરત કરવા દરમિયાન તો કોઈના ક્રિકેટ રમતા પણ હાર્ટ એટેકથી મોત થાય છે.

(પ્રતીકાત્મક તસવીર)

સતત વધી રહ્યા છે હાર્ટ એટેકના મામલાઓ :

યુવાનો ઉપરાંત હવે તો કિશોરોમાં પણ હાર્ટ એટેકના મામલાઓ જોવા મળી રહ્યા છે. ગત રોજ જામનગરના અને મુંબઈમાં રહીને અભ્યાસ કરતા એક 13 વર્ષના કિશોરને પણ હાર્ટ એટેક આવતા જ જીવ ચાલ્યો ગયો હતો. કિશોર યોગાભ્યાસ કરી રહ્યો હતો તે દરમિયાન જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત જેતલપુરમાં પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી એક 18 વર્ષની વિદ્યાર્થીનીનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની ખબર સામે આવી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel