રેસલર સાગરના પીએમ રીપોર્ટમાં થયો ખુલાસો, સંકટોમાં આવી ગયો સુશીલ કુમાર

પહેલવાન સાગર ધનખડની મોત મામલે વધુ એક ખુલાસો થયો છે. તેની પોસ્ટમોર્ટમ રીપોર્ટથી માલૂમ પડ્યુ છે કે, કોઇ બ્લંટ ઓબજેક્ટથી તેના પર વાર કરવામાં આવ્યો છે કારણ કે શરીર પર 1થી4 સેંટીમીટરના ઊંડા ઘા હાજર છે.

સાગરના માથાથી લઇને ઘૂંટણ સુધી ઇજાના નિશાન છે. કેટલીક જગ્યા પર ઇજાના નિશાન નીલા પડી ગયા છે. જુનિયર પહેલવાન સાગર હત્યાકાંડ મામલામાં ગિરફતાર ઓલંપિયન સુશીલ કુમાર અને તેના સાથી અજયને દિલ્લીની રોહિણી કોર્ટે 6 દિવસની પોલિસ રીમાંડમાં મોકલી દીધા હતા. હવે દિલ્લી પોલિસની ટીમ બંનેથી પૂછપરછ કરી રહી છે અને બંનેના નિવેદનોને ક્રોસ ચેક પણ કરવામાં આવી રહ્યા છે.

દિલ્લી પોલિસ ક્રાઇમ બ્રાંચે સોમવારે સુશીલ કુમાર અને તેના સાથી અજયથી લગભગ 4 કલાક જેવી પૂછપરછ કરી હતી. તમને જણાવી દઇએ કે, બંને દિલ્લીના મોડલ ટાઉન પોલિસ સ્ટેશનમાં પોલિસ રિમાંડ પર છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, સુશીલ કુમાર સામાન્ય આરોપીઓની જેમ લોકઅપમાં બંધ હતો, પરંતુ તે લોકઅપમાં જતા ખૂબ જ રડવા લાગ્યો અને આ ઉપરાંત પૂછપરછ દરમિયાન પણ તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા.

સાગરના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, કોઇ બ્લંટ ઓબ્જેક્ટથી તેના પર વાર કરવામાં આવ્યા છે કારણ કે શરીર પર 1થી4 સેંટીમીટરના ઘા હાજર હતા. છાતી અને પીઠ પર 5*2 સેંટીમીટર અને પીઠ પર 15*4 સેંટીમીટર જેવા ઘા મળ્યા છે. તેનો વિસરા અને બ્લડ સેંપલ તપાસ માટે સીલબંધ કરવામાં આવ્યા છે.

સાગરની હત્યાનો આરોપ ઓલંપિક પદક વિજેતા રેસલર સુશીલ કુમાર પર છે. સાગર જે ફ્લેટ ડી 10/6માં રહેતો હતો તે સુશીલ કુમારની પત્નીના નામ પર હતો. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, સાગરે બે મહિનાનું ભાડુ આપ્યા વગર જ ફ્લેટ ખાલી કરી દીધો હતો. સુશીલે સાગર પાસે ભાડુ માંગ્યુ. સાગરે ના આપ્યુ. આરોપ છે કે, તે બાદ સુશીલે સાથિઓ સાથે મળીને સાગરને ખરાબ રીતે માર્યો અને હાલત એવી થઇ કે, પહેલવાનોની પિટાઇથી તે ઘણો લોહીલુહાણ થઇ ગયો હતો. આ દરમિયાન સાગરની મોત થઇ ગઇ હતી.

સુશીલ કુમારે ક્રાઇમ બ્રાંચને પૂછપરછમાં જણાવ્યુ કે, તે સાગરને માત્ર ડરાવવા ઇચ્છતો હતો. આ કારણે મારપીટ અને ડરાવવા હથિયાર લઇને ગયો હતો. આ સાથે ઘટનાનો ખૌફ પેદા કરવા વીડિયો બનાવ્યો હતો. સુશીલે પોલિસને જણાવ્યુ કે ઘટના બાદ તે છત્રસાલ સ્ટેડિયમમાં હતા પરંતુ સાગરની મોતની સૂચના મળતા તે ભાગી ગયો.

દિલ્લી પોલિસની ક્રાઇમ બ્રાંચ ટીમ સુશીલ કુમારને છત્રસાલ સ્ટેડિયમ લઇ ગઇ અને ક્રાઇમ સીનને રિક્રેએટ કર્યો. પોલિસની ટીમ સુશીલ સાથે લગભગ 1 કલાક સુધી છત્રસાલ સ્ટેડિયમમાં રહી અને આ દરમિયાન સુશીલે પૂછવામાં આવ્યુ કે, રસ્તાથી સાગર અને તેના સાથીને કિડનેપ કરી લાવામાં આવ્યા હતા અને પછી તેમને કોઇ જગ્યા પર મારવામાં આવ્યા હતા.

દિલ્લીના છત્રસાલ સ્ટેડિયમમાં 4 મેએ પહેલવાન સાગર અને તેના મિત્રો પર હુમલો થયો હતો. આ દરમિયાન તેમની સાથે ઘણી મારપીટ કરવામાં આવી હતી. આ મામલામાં પહેલવાન સાગરની મોત થઇ ગઇ હતી અને હત્યાનો આરોપ સુશીલ કુમાર અને તેના સાથી પહેલવાનો પર લાગ્યો હતો.

Shah Jina