ખબર

પિતા અને કાકાએ બનાવ્યો સાગર અને કોમલની સગાઈનો નકલી પ્લાન, પછી કર્યું એવું કે સાંભળીને તમારા રૂવાંડા પણ ઉભા થઇ જશે

કાંડ કરતા પહેલા ચુપચાપ બધી લાઈટો બંધ કરી દીધી, પછી પપ્પાએ કોમલને કહ્યું તું સુઇજા, અચાનક આવ્યું આવું ભયંકર પરિણામ

આપણ દેશની અંદર પ્રેમ લગ્નો આજે પણ ઘન સમાજ અને પરિવારો દ્વારા સ્વીકારવામાં નથી આવતા, ત્યારે પરિવાર અને સમાજની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનારાઓએ ગંભીર પરિણામ પણ ક્યારેક ભોગવવા પડતા હોય છે. આવી ઘણી ઘટનાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં સાંભળવા મળે છે.

થોડા સમય પહેલા એવી જ એક ઘટના સામે આવી હતી હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વલ્લભગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-2માંથી. જ્યાં એક યુવતીએ પોતાની મરજીથી લગ્ન કર્યા તો તેના પોલીસ કર્મી કાકા અને પિતાએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. 27 વર્ષીય કોમલે હત્યા પહેલા 17 માર્ચ બપોરે જ પોતાના પતિ સાગર સાથે મળીને કંઈક અઘટીત થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

કોમલને તેના પરિવારજનો ઉપર શંકા હતી. તેને લાગતું હતું કે બહુ જ જલ્દી કોઈ અનહોની બની શકે છે. બપોર બાદ જ કોમલની માતા અને ભાઈને મામાની સાથે મોકલીને મોડી રાત્રે પિતા અને તેના કાકાએ વાતચીત કરવાના બહાને તેના રૂમનો દરવાજો ખોલાવ્યો. તેના બાદ કોમલના દુપટ્ટાથી જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.

પોલીસે ત્યાના આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. આ મામલામાં પોલીસે એક દિવસનો રિમાન્ડ લીધો. કોમલના પતિ સાગર યાદવે જણાવ્યું કે 17 માર્ચ બપોરના રોજ કોમળ તેને વલ્લ્ભગઢના એક કેફેમાં મળવા માટે આવી હતી. કોમલે તેને કહ્યું હતું કે ઘરમાં ખુબ જ અજીબ માહોલ છે. તેને પોતાના પરિવારથી જીવનો ખતરો છે.

પરંતુ સાગરે તેને સમજાવી હતી કે હવે લગ્ન થઇ ચુક્યા છે. બંને પરિવારોએ મળીને તેમની સગાઈ પણ કરાવી દીધી છે. રીતિ રિવાજથી લગ્ન કર્યા બાદ તે તેને ઘરે લઇ જશે. સાગરના સમજાવવા ઉપર કોમળ શાંત થઇ અને રિક્ષામાં ઘરે ચાલી ગઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ કોમલને સાગરના ઘરેથી લાવતા સમયે જ દીકરીની હત્યાની કહાની તૈયાર કરી લીધી હતી.

સાગર અને કોમલની સગાઈ સાજિસ હતી. કોઈને પણ કોમલની હત્યામાં તેના પરિવારજનો ઉપર શંકા ના થાય તેના માટે સાગર અને કોમલના સંબંધ ઉપર કોઈએ આપત્તિ ના જતાવી. બંનેના સંબંધથી કોમલના કાકા શિવકુમાર સૌથી વધુ નારાજ હતા. તે ગામની અંદર રહેતા હોવાના કારણે પોતાની પ્રતિભાને લઈને ચિંતામાં હતા.