અરે ઓ મોહન, આ શું હજી સુધી ઘરમાંફૂલોની રંગોળી નથી દોરી, હજી સુધી લગ્નનાં મંડપનું ડેકોરેશન તારું અધૂરું જ છે….અને આ શું તમે જમાઈના સસરા બનવાના છો, હજી સુધી તમે તૈયાર નથી થયા..હે ભગવાન એક કલાકમાં જ જાન આવીને ઊભી રહેશે. અને હજી એક તમે છો કે આમ નાઈટ ડ્રેસમાં આંટા મારો છો …આમ બોલતા બોલતા રશ્મિબેન આગળ વધે છે . આખા ઘરમાં બધુ બરોબર ચકાસી લે છે અને સાથે સાથે બધાને સૂચનાઓ આઆપતા સીધા હેત્વીના રૂમમાં પહોંચ્યા…

કેસરી અને ક્રીમ કલરના ગોલ્ડન વર્ક અને જડતરના વર્કથી મઢેલું પાનેતર અને સોનાના જડતરથી મધેલ દાગીનાથી સજ્જ હેત્વી આજે સાક્ષાત અપ્સરા જેવી લાગતી હતી. હેત્વીને જોતાં જ રશ્મિબહેન બોલ્યા, અરે વાહ, મારી લાડો તૈયાર થઈ ગઈ છે. કેટલી સુંદર લાગે છે…આજે તું સંપૂર્ણ સ્ત્રી બનીશ…સોળે શણગાર સજેલી દીકરીને રશ્મિ બહેન બે ઘડી જોતાં જ રહ્યા. પોતાના કાળજાના કટકા જેવી પોતાની વહાલસોયી લાડલીને આજે આમ વિદાય કરવાનો સમય આવી ગયો. મીઠડાં લીધા ને માથે હાથ વ્હાલ વરસાવતા છાંતી સરખી ચાંપી ને વળગી પડ્યા.
ત્યાં જ તેમનું ધ્યાન પાનેતરમાં લગાવેલ સ્પેટીપીન ઉપર જાય છે. અને જોતાં જ બોલ્યાં, “ આ શું ? આ સેપ્ટીપીન આમ બહાર કેમ દેખાય છે ? આટલા મસ્ત પાનેતરની શોભા બગાડે છે.”
અને પાર્લરવાળા હીનાબેનને સંબોધતા બોલ્યાં, “ પાંચ મીટરની સાડીને ભલે એક ઘડીએ વાળીને આ સેપ્ટિપીન રાખે પરંતુ આ સેપ્ટિપીન કોઈને દેખાવી ના જોઈએ….એ જો દેખાય તો આખી સાડીની શોભા જ નીરસ થઈ જાય… તમને ફાવશે કે હું જ સરખી કરી આપું. ?

“મને તો ફાવશે પણ તમને ગમે એમ જ તમે તેને લગાવી આપો ને “
હેત્વીને ખુરશી ઉપરથી ઊભી કરી ને ફરી પાનેતર પહેરાવા લાગ્યા, ને પછી પાટલીવાળી ને પાટલી સરખી કરી અને તે વિખાઈ ના જાય એટલે સાચવીને અને કોઈને દેખાય નહી એ રીતે સેપ્ટિપીન લગાવતા બોલ્યાં…

“દીકરી, હું એક મા છું. એટલે હું એક માતા તરીકે એ જ ઈચ્છું કે તારું જીવન ખૂબ જ સુખમય બની રહે, તને જમાઈનો ભરપૂર પ્રેમ મળે, તારા સાસરીમાં તારું માન સન્માન જેટલું વધશે એના કરતાં ચાર ગણું તારા પિયરનું વધશે…જેવી રીતે એક સેપ્ટિપીન આ પાનેતરમાં વાળેલી પાટલીને એકસરખી રાખવાનું કામ કરે છે છતાં કોઈ સેપ્ટિપીનને જોઇ નથી શકતેઉ..જે કોઈ નથી સેપ્ટિપીનની પાટલીને સરખી રાખવામા વાહ વાહ નથી કરતું કે શ્રેય નથી આપતું..એમ જ તું પણ તારી સાસરીના ઘરના દરેક સભ્યોના મનના વિચારોને એક તારે બાંધી રાખવા સેપ્ટિપીન બનજે. કોઈપણ સ્વાર્થ વગર સંબંધને સાચવીશ આ સેપ્ટિપીનની જેમ તો જરૂર તારો પરિવાર એ તારે સ્નેહ પૂર્વક જરૂર બંધાઈ જશે. પછી પાલવાની પાટલી વાળી પાલવાથી શરીરનો ઉપરનો ભાગ ઢાંકી અને સેપ્ટિપીન લગાવતા કહ્યું કે, અહીંયા સેપ્ટિપીન પાલવના છેડાને સરખું રખવામાં મદદ નથી કરતું પરંતુ એક સ્ત્રીની આબરું સાચવે છે. તું પણ કુટુંબ માટે એવી સેપ્ટિપીન બનજે કે તારા કુટુંબની આબરું સચવાઈ જાય..
નવવધૂનાં શણગારમા સજ્જ થયેલી ને આવનાર નવી જિંદગીના સપનાઓ જોબમાં ઓતપ્રોત બનેલી હેત્વીને તો આ કોઈ જ શિખામણ સમાજમાં આવી નહી…એ તો એનો મેકઅપ અને સાજ શણગાર સજેલી પોતાની જાતને અરીસામાં જોવામાં જ મશગૂલ રહી.

ત્યાં જ ફટાકડા ફૂટવાનો અને ડી.જેનો અવાજ સંભળાયો…” મહેંદી લગા કે રાખના…ડોલી સજાકે રખાના, લેને તુજે આયેંગે, આયેંગે તેરે સજનાં “
“અરે બાપરે….આ તો જાન પણ આવી ગઈ…ચાલો હવે હું જાવ છુ અને હા તમે એકવાર હજી ધ્યાનથી એક નજર નાખી કોઈ લેજો..મારી દીકરીને તૈયાર થવામાં કોઈ કચાશ રહેવી નાં જોઈએ. “,એકી શ્વાસે પાર્લરવાળા બહેનને સૂચના આપતા રશ્મિબહેન રૂમની બહાર નીકળી ફળિયામાં આવી જાનના સ્વાગતની તૈયારીમાં લાગી જાય છે. ધામધૂમથી જાનનું સ્વાગત કર્યું. સરસ મજાનાં લગ્નનું આયોજન,જમણવારમા બત્રીસ જાતના પકવાન અને સાંજે દીકરીની વિદાય…ઘણા મહિનાઓથી જેની તૈયારી થતી હતી એ પ્રસંગ આજે સરસ રીતે પૂરો થયો…પોતાની દીકરી હવે દીકરી માટી પારકાં ઘરની આદર્શ વહુ બની ચૂકી હતી. લગ્નને પણ પાંચ વર્ષ થઈ ચૂક્યા હતાં. જમાઈ ધૈવત અને હેત્વીનાં બગીચામાં આ પાંચ વર્ષમાં સુંદર એક ફૂલ પણ અભિનાં નામે ખીલી રહ્યું હતું. હેત્વીએ પોતાની સમજણથી આખા કુટુંબનો પ્રેમ જીતી લીધો હતો. અને દરેક માટે એક વિશ્વાસ પાત્ર વ્યક્તિ હેત્વી બની ચૂકી હતી.

અચાનક એક દિવસ સાંજે હેત્વીને નણંદ પ્રિયા હેત્વી પાસે આવે છે અને પોતાનાં પ્રેમ સંબંધની વાત હેત્વીને કહી સંભળાવે છે.
“ ભાભી હું કૃણાલને છેલ્લાં 3 વર્ષથી ખૂબ જ પ્રેમ કરું છું. અમારી વચ્ચે બધા જ સંબંધો છે અને કૃણાલનું જ અંશ મારા પેટમાં ઉછરી રહ્યું છે…તમે જાણો છો કે ઘરમાં કોઈ મહી માને કે મારા લગ્ન કૃણાલ સાથે થાય. કેમકે કૃણાલ એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે. એકદમ સરળ અને સહજ સ્વભાવનો કૃણાલ છે. એ જેટલો પ્રેમ મને કરે છે એટલો પ્રેમ દુનિયામાં કોઈ વ્યક્તિ મને નહી આપી શકે..કે નાહૂ કોઈ વ્યક્તિને અપનાવી શકું…હું નથી ઇચ્છતી કે મારા હિસાબે મારા પરિવારની આબરું ઉપર કોઈ લાંછન લાગે..મને મારા પરિવાર પ્રત્યે એટલો જ પ્રેમ છે અને હું મારા અને કૃણાલની આ નિશાનીને જન્મ પણ આપવા માંગુ છું ને કૃણાલનું નામ પણ આપવા માંગુ છું.

એક સ્ત્રી તરીકે મને સમજી શકો છો. મારી લાગણીની કદર કરી શકો છો. પ્લીઝ મને હેલ્પ કરશો ભાભી ? આઈ નીડ યુર હેલ્પ….ભાભી , “ , આટલું કહી પ્રિયા હેત્વીને વળગીને રડવા લાગે છે. હેત્વી તો ધર્મ સંકટમાં ફસાઈ જાય છે. શું કરવું અને શું નાં કરવું એ કશું સમાજમાં નહોતું આવતું…એને પ્રિયાને તો કહી દીધું કે , “ તમે રડશો નહી, ખુશ રહો !! અત્યારે તમે મા બનવા જઈ રહ્યાં છો તો આવનાર બાળક માટે તમારું હેપ્પી રહેવું જરૂરી છે. તમારે ખાલી ખુશ રહેવાનુ હું બધુ જ ફોડી લઇશ. “
પ્રિયા તો થેંક્યું ભાભી કહી હસતાં હસતાં તેનાં રૂમમાં ચાલી ગઈ ..પણ હવે ? એ વિચારમાં ને વિચારમાં પ્રિયા એક બે ક્લાક સુધી રૂમમાં ચાલ્યાં જ કર્યું.

પછી બીજે દિવસે એકદમ શાંતિથી આ ધૈવતને અને તેની સાસુને બેસાડી આ વાત કહી, ઘરમાં બધુ વાતવારણ એકદમ તંગ ને ચિંતામય બની ગયું.
હેત્વીએ સાથે એ પણ કહ્યું કે મે પ્રિયાને હસતું રહેવાનુ વચન આપ્યું છે. છોકરો ગરીબ હોય તો શું થયું આપણે તેને સક્ષમ બનાવવા માટે મદદ કરીશું…પણ પ્રિયા બહેનને તેમનો પ્રેમ મળવો જોઈએ…ખુદ માતા પાર્વતીએ પણ પોતાનો પ્રેમ પામવા ઘણી તપસ્યા કરી હતી અને પ્રેમ મળ્યા પછી રાજ પાટ છોડી મહાદેવ સાથે સ્મશાનમા વાસ કર્યો હતો..આજે એ જ મહાદેવ અને માતા પાર્વતીનું નામ એક ઉતમ દંપતી તરીકે શાસ્ત્રોમાં લેવાય છે. જો તેમનાં જીવનમા સાચો પ્રેમ સાચો હશે તો તેઓ જિંદગીનાં દરેક પડાવને પાર કરી શકશે..બાકી પૈસાથી કશું નહી મળે..પૈસાદાર ઘર ગોતીને પણ જો પ્રિયાને પતિનો પ્રેમ નહી મળે તો ?? શું પ્રિયા સુખી રહી શકશે તેમના જીવનમાં ??ઘરમાં દરેકને હેત્વીની વાત ગળે ઉતરે છે અને બધા કૃણાલને મળવાનું નક્કી કરે છે. કૃણાલને મળે છે…તેનાં પરિવારને મળે છે અને ઘરનાં દરેક સભ્યોને સંતોષ થાય છે કે ભલે બીજી કાસ્ટ હોય , છોકરો ગરીબ છે પણ માણસાઈનો અમીર છે અને એક જ મહિનામાં પ્રિયના ઘડીયા લગ્ન લેવાય છે.
હેત્વી અને ધૈવત પ્રિયાનું કન્યાદાન કરે છે અને ત્યારે પ્રિયાને તેનાં લગ્ન સમયે આપેલી પેલી સેપ્ટિપીનવાળી શીખ યાદ આવે છે અને પોતાની જાતને ધન્ય અનુભવે છે કે મને એવી માતા મળી જેને મને કુટુંબ અને સમાજની શીખ એક એવી વસ્તુથી આપી જે દરેક સ્ત્રીની અને દરેક કુટુંબની આબરુંની રક્ષા કરે છે.
આજે એક નાનકડી ગણાતી ‘ સેપ્ટિપીન’ નું મહત્વ હેત્વી સમજે છે અને આજે તે પણ તેનાં પરિવાર માટે સેપ્ટિપીન બની તેનો તેને ગર્વ છે, અભિમાન છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks