ખબર જાણવા જેવું

ગરમીઓમાં ગેસ સિલિન્ડર ફાટવાની હોય છે સૌથી વધુ સંભાવના, જાણો કઈ રીતે બચી શકાય આ દુર્ઘટનાથી

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટનાની ખબરો ખૂબ જ વાયરલ થઇ હતી. જેમાં એક પછી એક ગેસ ફાટવાના અવાજ આવી રહયા હતા અને લોકો ફાટી નીકળેલી આગથી બચવા માટે લોકો ભાગી રહયા હતા. ત્યારે આવી દુર્ઘટનાઓ ન ઘટે અને તેને પહેલેથી જ ટાળી શકાય એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. તો આજે જોઈએ એ બાબતો વિશે કે જેના પર ધ્યાન આપીને ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટનાને અટકાવી શકાય છે.

Image Source

સૌથી પહેલા તો આપણે જયારે ગેસ સ્ટોવ ખરીદીએ છીએ એ સમયે સાથે એક બુકલેટ આપે છે, જેના પર ગાઇડલાઇન્સ લખેલી હોય છે. આપણે આ ગાઇડલાઇન્સ વાંચતા નથી, પરંતુ તેને ધ્યાનથી વાંચવી જોઈએ, તો ઘણી સમસ્યાઓ તો આપણે આસાનીથી ટાળી શકીએ છીએ.

ક્યારેય પણ ગેસની ગંધ આવે તો ડર્યા વિના પોતાને શાંત રાખો અને ગભરાવો નહિ. ભૂલથી પણ રસોડામાં કે ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રીક સાધનો ચાલુ ન કરો. જો કોઈ સાધનો ચાલુ હોય તો તેને તરત જ બંધ કરી દો. ઘરના બધા જ બારી બારણા ખોલી નાખો. ગેસને ઘરની બહાર કાઢવા માટે પાંખો ભૂલથી પણ ચાલુ ન કરો.

ઘરમાં કોઈ પણ દીવો કે અગરબત્તી કે મીણબત્તી કે બીજી કોઈ પણ વસ્તુ સળગતી હોય તો તેને તરત જ બુજાવી દો. ગેસના રેગ્યુલેટરને ચેક કરો અને જો એ ચાલુ હોય તો બંધ કરી દો. એ પછી પણ જો ગેસ લીક થતો હોય તો રેગ્યુલેટર કાઢીને સેફટી કેપ લગાવી લો. નોબને પણ સારી રીતે ચેક કરી લો.

Image Source

પોતાના ડીલરનો સંપર્ક કરો અને તેને આ પરિસ્થિતિ વિશે જણાવો એટલે એ તમારી પાસે જલ્દી પહોંચી શકે. બાળકોનું ધ્યાન રાખો કે અને તેમને પોતાની નજીક જ રાખો, અને તેમને કોઈ પણ સ્વિચથી દૂર રહેવા કહો.

જો આગ લાગે તો…

ગેસ લીક થવાના કારણે જો સિલિન્ડરમાં આગ લાગી જાય તો એક ચાદર કે ટુવાલ તરત જ પાણીમાં ભીનો કરીને તેને ગેસ સિલિન્ડર પર લપેટી લો. એનાથી આગ તરત જ બુજાઈ જશે અને મોટી દુર્ઘટના ઘટવાથી બચી જશે. તમે ઇમર્જન્સી નંબર 112 પર પણ ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks