હેલ્થ

સફેદ વાળને કાળા કરવામાં મદદ કરશે આ 5 વસ્તુઓ, અજમાવી જુઓ એકવાર

આજકાલ તમે ઘણા લોકોને જોયા હશે જેમને બહુ નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે. હવે જો એ બિચારો કે બિચારી જે પણ વ્યક્તિ હોય એ સફેદ ઉગેલા વાળને તોડી નાખે તો સફેદ વાળ વધવાની બીક અને જો કલર કરે કે ડાઈ કરે તો તેના કેમિકલથી વાળને જે નુકશાન થાય તેનો ડર. જયારે જયારે અરીસા સામે જોઈએ અને સફેદ વાળ દેખાય એટલે ચિંતા થવા લાગે હવે શું કરું.

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું એ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ન થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી.

Image Source

આમ તો માર્કેટમાં એવી ઘણી બધી પ્રોડક્ટ અને ઘણી બધી ટ્રીટમેન્ટ પણ હોય છે જેનાથી તમે તમારા વાળ કાળા કરી શકો. પણ અમુક વસ્તુઓ આપણે નથી અપનાવતા અને અમુક વસ્તુ આપણા બજેટ બહાર હોય છે. આજે અમે તમારા માટે અમુક એવી ટીપ્સ લાવ્યા છીએ જે તમે જરૂરથી અપનાવશો જ એવી અમને ખાતરી છે અને એ તમારા બજેટમાં પણ છે. તો ચાલો જાણી લઈએ કે તમારા સફેદ વાળને મૂળમાંથી કેવી રીતે કાળા કરશો.

1. આમળા

Image Source

થોડા આમળાના ટુકડા કરો અને પછી તેને કોપરેલ તેલમાં બરાબર ઉકાળો ત્યાં સુધી ઉકાળો કે તે આમળા એ કાળા રંગના થઇ જાય. આ તેલ ગાળી લો અને તે એકદમ ઠંડુ થઇ જાય પછી તેને માથાના તાળવે લગાવો, નિયમિત આ ઉપાય કરવાથી તમારા વાળ મૂળમાંથી કાળા થવા લાગશે. બીજો એક ઉપાય એ છે કે આમળાની પેસ્ટ બનાવો અને તેમાં લીંબુનો રસ ઉમેરીને જે મિશ્રણ બને તેને તમારા વાળના મૂળમાં લગાવો આ પણ એક અકસીર ઈલાજ છે. વાળ ધુઓ પછી આમળાના પાવડરમાં પાણી મિક્સ કરીને વાળ પર લગાવવાથી વાળને સારું કંડીશનર થઇ શકે છે અને આમ કરવાથી વાળનો રંગ બહુ જલ્દી સફેદ નથી થતો.

2. નારિયલ તેલ

Image Source

નારિયલ તેલમાં થોડો લીંબુનો રસ ઉમેરો અને આ મિશ્રણને માથામાં લગાવો. આમ કરવાથી તમારા વાળ કાળા પણ થશે અને ચમક પણ આવશે. આના સિવાય તમે નારિયલ તેલમાં લીમડાના પણ અને જાસુદના ફૂલનો પાવડર પણ મિક્સ કરી શકો છો આ મિશ્રણને બરાબર ઉકાળો અને જયારે ઠંડુ થઇ જાય પછી આ તેલથી માથામાં માલીશ કરો. આ મિશ્રણ એ આખી રાત રહેવા દેવાનું છે. તમે ઈચ્છો તો વાળને પ્લાસ્ટિક કેપમાં કે પછી કોઈ કપડાથી ઢાંકી શકો છો. સવારે ઉઠીને વાળ ધોઈ લેવા આમ કરવાથી વાળ એ મુલાયમ અને સિલ્કી થશે.

3. આદુ

Image Source

આદુએ તમારા વાળને મજબુત, ચમકદાર તો બનાવશે જ સાથે સાથે આદુની મદદથી જેમને વાળ ખરવાની તકલીફ છે એ પણ દુર થશે. ઘણા એવા પુરુષો પણ હશે જેમને વાળ ખરવાની તકલીફ હશે તો તેઓ પણ આ અજમાવી શકે છે. આદુના ઉપાય ને કરવા માટે છીણેલું આદુ લો તેમાં જજોબા ઓઈલ અથવા ઓલીવ ઓઈલ ઉમેરો. આ મિશ્રણને હલકા હાથે માથામાં લગાવો અને અડધો કલાક એમજ રહેવા દો. ત્યાર બાદ શેમ્પુથી બરાબર વાળ ધોઈ નાખવા. તમને પહેલીવાર અજમાવશો ત્યારે જ તમને ફરક જોવા મળશે કે તમારા વાળ ઓછા ખરી રહ્યા છે.

4. જામફળના પાન

Image Source

જામફળના થોડા પાનને સારી રીતે ક્રશ કરી લો પછી આ પેસ્ટને નિયમિત વાળના મૂળમાં લગાવો. જામફળના પાનમાં ઘણા પોષક તત્વ હોય છે એટલા માટે જ આજે લોકો આનો ઉપયોગ વધુ કરે છે. જામફળના પાનમાં વિટામીન બી અને સીનું પ્રમાણ વધારે હોય છે. જે વાળ ઊગવામાં મદદ કરે છે અને ખરતા વાળને અટકાવે છે. જામફળના પાનમાં રહેલ વિટામીન સી એ વાળ વધારવામાં તો મદદ કરે જ છે સાથે સાથે તે વાળ અને ખોપડીની યુવી કિરણોથી રક્ષા કરે છે.

5. ડુંગળી

Image Source

ડુંગળીના રસની મદદથી તમારા વાળએ બહુ જલ્દી સફેદ નહિ થાય, આની મદદથી વાળ ખરવાની સમસ્યામાંથી પણ તમને છુટકારો મળશે. ડુંગળીના રસથી તમે તમારા સફેદ થઇ ગયેલા વાળ કાળા કરી શકશો. શરૂઆતના થોડા દિવસ તમારે નહાતા પહેલા ડુંગળીની પેસ્ટને વાળના મૂળમાં લગાવવાની રહેશે આમ કરવાથી તમારા સફેદ થઇ ગયેલા વાળ કાળા થઇ જશે અને વાળ ખરતા પણ બંધ થઇ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks