બીમારીનું બહાનું બનાવી હોસ્પિટલમાં થયો દાખલ, મોકો મળતા જ બોલાવી દીધી કોલ ગર્લ, પછી રંગીન બનાવી રાત

સરકારી હોસ્પિટલમાં કેદીએ રાત્રે બોલાવી વેશ્યા, મનાવી રહ્યો હતો રંગરેલિયા પછી ન થવાનું થઇ બેઠું

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે. બિહારની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર મળે, દવા મળે કે ન મળે, પરંતુ અહીં સારવાર માટે આવતા કેદીઓને કોઈ હોટલથી ઓછી ખાતિરદારી કરવામાં આવતી નથી. થોડા મહિના પહેલા એક વોન્ટેડ ગુનેગાર સારવારના બહાને તેની પત્નીનો જન્મદિવસ ઉજવવા હોસ્પિટલ ગયો હતો. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે હોસ્પિટલમાં જ કોલ ગર્લને મોજમસ્તી માટે બોલાવવામાં આવી. વાસ્તવમાં આ સમગ્ર મામલો હાજીપુરની સદર હોસ્પિટલ સાથે સંબંધિત છે. અહીં કેદી વોર્ડમાં સંબંધ બાંધવાનો ધંધો ચાલતો હતો.

સારવાર માટે લાવવામાં આવેલા દોષિત કેદી માટે અન્ય રાજ્યમાંથી કોલ ગર્લ બોલાવવામાં આવી હતી. જેને લઈને બંદીવાન વોર્ડમાં રંગરેલિયા મનાવવામાં આવતી. જો કે, જે દોષિત કેદી માટે આ સુવિધા આપવામાં આવી હતી તેનું નામ સ્પષ્ટ નથી. કર્મીઓની મિલીભગતથી કેદી વોર્ડમાં ચાલતી રંગરેલિયોનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો; જ્યારે કરતહા પોલીસ સ્ટેશનના એસએચઓ લૂંટના મોબાઈલના લોકેશનના આધારે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન વોર્ડમાં ભારે હોબાળો થયો હતો. જે બાદ મોડી રાત્રે સદર એસડીપીઓએ કાર્યવાહી કરી હતી. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ કેસમાં કોલ ગર્લ, વોર્ડ બોય સહિત અનેકની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી. જો કે, બિહારના આરોગ્ય મંત્રી તેજસ્વી યાદવ રાજ્યની સરકારી હોસ્પિટલોને રોજેરોજ સુધારવાના દાવા કરી રહ્યા છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ, હોસ્પિટલમાં કેદીને ખુશ કરવા માટે કોલ ગર્લ ગોઠવવામાં આવી હોય તેવું ભાગ્યે જ સાંભળવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો મહાગઠબંધનની સરકાર માટે મુશ્કેલીનું કારણ સાબિત થવાનો છે.

સદર હોસ્પિટલમાં કોલ ગર્લ સાથે પકડાયેલા કેદીના કેસમાં ગુરુવારે વૈશાલીના એસપી મનીષે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો હતો. એસપી મનીષે જણાવ્યું કે દોષિત કેદીનું નામ અમિત છે જે સદર હોસ્પિટલના કેદી વોર્ડમાં હતો. તે એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યો હતો. આ મામલે FIR નોંધવામાં આવી. જેમની બેદરકારી અને સંડોવણી મળી આવી તેમની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી. જેમાં હોસ્પિટલ સ્ટાફ અને સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

એસપી મનીષે દોષિત કેદી વિશે જણાવ્યું કે તેણે કોલકાતા અને હાજીપુરમાં મોટી લૂંટ કરી છે. આ માટે તે હાજીપુર જેલમાં બંધ હતો. બીમાર પડ્યા બાદ તેને કેદી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તમામની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. લૂંટના મોબાઈલ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina