પતિ માટે અંતિમ ચિઠ્ઠી લખીને પરણીતાએ લાવી દીધો પોતાના જીવનનો અંત, દહેજના કારણે થતી હતી હેરાન

આપણા દેશની અંદર આજે પણ દહેજ નામનું દુષણ ખુબ જ મોટા પ્રમાણમાં પ્રસરી રહ્યું છે. ઘણી બહેન દીકરીઓ દહેજના કારણે શારીરક અને માનસિક ત્રાસનો ભોગ બનતી જોવા મળે છે. તો ગ હની બહેન દીકરીઓ દહેજના ત્રાસથી પોતાનો જીવ પણ આપી દેતી હોય છે, હાલ આવી જ એક ઘટના ખુબ જ ચર્ચામાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના ભિવાનીમાં એક પરણિતાએ દહેજની માંગણીથી હેરાન થઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મૃતકની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેને પતિના નામે પોતાનો છેલ્લો સંદેશ છોડ્યો છે.

પરણીતાએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “કોઈ સારો સંબંધ જોઈ લેજે, હું આ દુનિયા છોડીને જઈ રહી છું.” ભીવાનીના સેકેટર 13માં રહેનાર મહિલાની શબ લઈને તેના પિતા લઘુ સચિવાલય પહોંચ્યા હતા. શબને જયારે સચિવાલયની બહાર લાવવામાં આવ્યું કે તરત જ અફરા તફરી મચી ગઈ હતી. ઉતાવળમાં અધિકારી ત્યાં પહોંચ્યા.

આ બાબતે મળી રહેલી જાણકારી પ્રમાણે 24 વર્ષીય નિકુના લગ્ન 14 નવેમ્બર 2019ના રોજ ભીવાનીના સેક્ટર 13માં રહેતા કમલ  સાથે થયા હતા. આરોપ છે કે દહેજની માંગણીને લઈને સાસરીવાળા તેને હેરાન કરતા હતા.  જેના કારણે 24 માર્ચ 2021ના રોજ સાસરીવાળાને મનાવવા પણ ગયા હતા. પરંતુ તેમને જેમ તેમ બોલી ઈજ્જત ઉતારી અને કાઢી મુકવામાં આવ્યા હતા.

પરણીતાએ આપઘાત પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેને દહેજ માટે સાસરિયા ધ્વરા પ્રતાડિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.  આ ઉપરાંત તેના પતિની નોકરી ના લાગવાના કારણે તે હેરાન થતી હતી એમ પણ જણાવ્યું હતું.  પોલીસે હવે આ મામલામાં મૃતકના પિતાની ફરિયાદ ઉપર આરોપી પતિ, સાસુ, દિયર, માસી સાસુ અને મામા સસરા વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે. મામલાની ગંભીરતા જોતા પોલીસ પણ શબને લઈને પરિવારજનો સાથે ગઈ હતી.

Niraj Patel