હે ભાગવાન ! માતાજીને ખુશ કરવા માટે તાંત્રિકે અઢી વર્ષના માસુમ બાળક સાથે જે કર્યું એ સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે 

અંધશ્રદ્ધા રાખનારા ખાસ વાંચે: ચામુંડા માતાજીને ખુશ કરવા માટે તાંત્રિકે અઢી વર્ષના માસુમ બાળક સાથે જે કર્યું એ સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક તાંત્રિકે ચામુંડા દેવીને ખુશ કરવા માટે અઢી વર્ષના માસૂમ બાળકની બલી આપી દીધી. પોલિસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. પોલિસની પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે, તેની તંત્ર શક્તિ ખત્મ થઇ રહી હતી. તંત્ર શક્તિ મજબૂત કરવા માટે અઢી વર્ષના માસૂમની હત્યા કરી દીધી. આ મામલો 15 જૂનના રોજનો જણાવવામાં આવી રહ્યો છે. ગામના જ એક તાંત્રિકે ચામુંડા દેવીને ખુશ કરવા માટે રામઅવતારના પુત્ર રિતિકની બલી આપી દીધી.

આરોપી તાંત્રિકે ઓળખ છૂપાવવા માટે બાળકની લાશને બોરીમાં નાથી કિબાડ નદીમાં ફેંકી દીધી. રામઅવતાર તેમના દીકરાને શોધવા માટે આમ તેમ રખડતા રહ્યા. ત્યારે લાંબી મશક્કત બાદ જ્યારે તેમને તેમનો દીકરો ન મળ્યો તો તેમણે બાળકના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી. પોલિસે ફરિયાદ બાદ બાળકની શોધ શરૂ કરી તો બાળકની લાશ મળી. લાશ મળ્યા બાદ ગામના એક વ્યક્તિએ પોલિસની મદદ કરી અને જણાવ્યુ કે, રિતિકને તાંત્રિક હુકુમ સાથે તેણે જતા જોયો હતો.

પોલિસ અનુસાર, આરોપી હુકુમ સિંહ ઉર્ફ ભોલાની નજર રિતિકના પિતા રામઅવતારને મળવાવાળી ત્રણ વીધા જમીન પર હતી. રિતિકના પિતાને તાંત્રિકના પિતાએ ખોળે લીધો હતો. હુકુમ સિંહને લાગી રહ્યુ હતુ કે જો તે રિતિકને મારી દેશે તો રામઅવતાર ગામ છોડી ચાલ્યા જશે. એવામાં તેના ભાગની જમીન તેને મળી શકે છે. એક તીરથી બે નિશાન લગાવવા માટે હુકુમ સિંહે પ્લાનિંગ કરી. સાથે જ તે તંત્ર-મંત્રમાં ઘણો વિશ્વાસ રાખતો હતો.

તેને લાગ્યુ કે આવી રીતે દેવી માં પણ ખુશ થઇ જશે. આ મામલો ઉત્તરપ્રદેશના આગ્રાનો છે. આગ્રાના એસપીએ કહ્યુ કે, આરોપીને લાગી રહ્યુ હતુ કે તેની તંત્ર શક્તિ કામ નથી કરી રહી. જો તે કોઇ બાળકની બલી આપશે તો તેની શક્તિ પાછી આવી જશે. આ માટે તેણે બાળકને ટાર્ગેટ ક્યો. બાળક જ્યારે કુવા પાસે રમી રહ્યો હતો ત્યારે આરોપી તેને પોતાની સાથે ટ્યૂબવેલ પર લઇ ગયો અને તેની હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ તેણે લાશને દેવી સામે રાખી અને મંત્ર જાપ કર્યો. તે બાદ બાળકની લાશને બોરીમાં નાખી કિબાડ નદીમાં ફેંકી દીધી.

Shah Jina