મહેંદીની હત્યા કર્યા બાદ સહેજ પણ લાજ શરમ અનુભવ્યા વગર સચિન પત્ની જોડે આ કરવા નીકળી પડ્યો…

હીનાની હત્યા કરી અને નિરાધાર બાળકનો તરછોડ્યા પછી સચિન પત્ની સાથે…જાણો વિગત

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે તરછોડી દેવાયેલા નિરાધાર બાળક નામના બાળકના પરિવારની પોલીસે ગણતરીના સમયમાં જ શોધખોળ કરી લીધી હતી. આ કેસ સમગ્ર રાજયમાં હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ કેસમાં પોલિસે સચિનની ધરપકડ કરી છે અને કોર્ટ પાસેથી રિમાન્ડ પણ મેળવ્યા છે. ત્યારે હાલ આ કેસ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માસૂમ બાળક નિરાધાર બાળકને ગૌશાળા પાસે છોડી દીધા બાદ તે તેના સેક્ટર-26 સ્થિત ઘરે પહોંચ્યો હતો અને તે બાદ તે તેની પત્નીને લઇને શોપિંગ કરવા માટે ગયો હતો.

પોલિસે આરોપી સચિનના 14 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પોલિસ તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે, મહેંદીની હત્યા કર્યા બાદ સચિન તેની પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો હતો અને ત્યાર બાદ તે ઉત્તર પ્રદેશ પરિવાર સાથે નીકળી ગયો હતો. પોલિસ દ્વારા કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ જ મંજૂર કર્યા હતા.

નોંધનીય છે કે, એક નાના 10 મહીનાના બાળકને તરછોડી સચિન જતો રહ્યો હતો, અને આ બાળક સાથે બધાની લાગણી બંધાઇ ગઇ છે, જેથી બાર કાઉન્સિલ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આરોપી સચિનનો કેસ કોઇ લડશે નહિ. પોલિસની પ્રાથમિક તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, સચિનના પિતાને દીકરાના પ્રેમપ્રકરણની જાણ હતી.  પિતાએ સચિનને ઠપકો પણ આપ્યો હતો અને આ રિલેશનને કાપી નાખવા પણ કહ્યુ હતુ. સચિને પિતાની વાત માની પરંતુ હિના દબાણ કરતી હોવાને કારણે તે ફરી તેની પાસે રહેવા લાગ્યો હતો.મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સચિન અને હિના વડોદરાના ખોડિયારનગરમાં ભાડે ફ્લેટ રાખી રહેતા હતા. 8 ઓક્ટોબરના રોજ બંને વચ્ચે ગાંધીનગર જવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સાંજે 4-30 વાગ્યા આસપાસ સતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને હિનાએ તેને ગાંધીનગર જવાની ના પાડી દીધી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપીમાં હિનાએ સચીનને લાફો મારી નખ માર્યા હતો અને તે ચીસો પાડવા લાગી હતી, જેથી ગુસ્સામાં સચીને હિનાનું 7 મિનીટ સુધી ગળુ દબાવી તેની હત્યા કરી દીધી હતી અને તેની બોડી મૂવમેન્ટ બંધ થતાં લાશ ચેનવાળી બેગમાં ભરી બેગ રસોડામાં મૂકી દીધી હતી. આ ઘટના બાદ તે નિરાધાર બાળકને લઇને સેન્ટ્રો કારમાં નીકળી ગયો હતો અને તેને ગૌશાળાા બહાર તરછોડી દીધો હતો.

Shah Jina