સચિન તેંડુલકરે પત્નીના જન્મ દિવસે પૂર્ણ કરી તેની ઈચ્છા, “ઠાકર” માં ખવડાવ્યા ભાવતા ગુજરાતી ભોજનિયાં

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પત્નીના જન્મ દિવસે પરિવાર સાથે માણ્યો “ઠાકર”ના ગુજરાતી થાળનો આનંદ, જુઓ તસવીરો

ક્રિકેટ જગતના ભગવાન તરીકે ઓળખાતા ક્રિકેટર સચિન તેંડુલકર ભલે આજે ક્રિકેટથી દૂર હોય, પરંતુ તેમના ચાહકો આજે પણ તેમની ભગવાનની જેમ પૂજા કરે છે અને સોશિયલ મીડિયા ઉપર પણ તેમને અનુસરતા હોય છે. સચિન પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી અને પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો અને જીવનના પ્રસંગોને શેર કરતા રહે છે.

સચિને ગત બુધવારના રોજ જ પોતાની પત્ની અંજલિનો જન્મ દિવસ ઉજવ્યો હતો. જેની કેટલીક તસવીરો પણ સચિને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. જ્યાં તે આખા પરિવાર સાથે એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળ ખાવાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. સચિનની પત્ની અંજલિએ 10 નવેમ્બરના રોજ પોતાનો 54મોં જન્મ દિવસ મનાવ્યો હતો.

પત્નીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે સચિન તેના પરિવાર સાથે મુંબઈમાં આવેલા એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં ગયો હતો. આ દરમિયાન સચિન-અંજલિ સાથે દીકરી સારા પણ જોવા મળી હતી, જે હાલમાં લંડનમાં રહે છે. સચિને પોતાના ફેમેલી ડિનરની તસવીરો શેર કરવાની સાથે ખુબ જ સરસ કેપશન પણ લખ્યું હતું.

સચિને કેપશનમાં એક શબ્દ “સરસ” ગુજરાતીમાં પણ લખ્યો હતો. તેને લખ્યું હતું કે, “અંજલીના જન્મ દિવસ ઉપર શ્રી ઠાકર ભોજનાલયમાં ગુજરાતી થાળીનો આનંદ ઉઠાવ્યો. અંજલિનું ગુજરાતી કનેક્શન ખુબ જ સ્ટ્રોંગ છે. પરંતુ અમારું જીન્સ આ ખાધા બાદ ઢીલા થઇ ગયા છે. એ જાણીને હેરાની થઇ કે આ ભોજનાલય 1945થી છે.”

તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર હાલમાં જ યુએઈથી પરત ફર્યો છે. સચિન મુંબઈ ઇન્ડિયન ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ હતો. સચિન અને અંજલિના લગ્ન 1995માં થયા હતા, બંનેના એક દીકરો અને એક દીકરી છે. સારા તેંડુલકર લંડનમાં રહે છે તો અર્જુન તેંડુલકર ક્રિકેટર છે.

સચિન તેંડુલકરને તો ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. ભારત રત્ન સચિન તેંડુલકર ભારતીય વાયુસેના તરફથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમને વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવી ચૂક્યા છે.

કોરોનાના કપરા સમયમાં સચિને ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉણપ દૂર કરવા માટે “મિશન ઓક્સિજન” નામના એક એનજીઓમાં દાન કરવાની જાહેરાત કરી હતી. તેંડુલકરે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.આજે અમે તમને સચિનના ઘરની અંદરની તસવીરો દેખાડશું જે તમે પહેલા ક્યારેય પણ જોઈ નહીં હોય.

સચિનનું આ ઘર મુંબઈના બાંદ્રામાં આવેલું છે જે 6000 સ્કવેર ફૂટમાં બનેલું છે. આ ઘરમાં સુવિધાઓની સાથે જ ઘરને ખૂબ જ અલગ પણ બનાવવામાં આવ્યું છે. સચિનનું ઘર કુલ 5 માળનું બનેલું છે જેમાં 2 માળ જમીનની અંદર છે અને 3 માળ જમીનની ઉપર. આ ઘરને 2007માં લગભગ 40 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું.

સચિનના આ ઘરમાં સુરક્ષાની બધી જ વ્યવસ્થા છે. ઘરમાં સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવેલા છે. આ સિવાય ઘરની બહાર પણ સીસીટીવી છે, જે બધી જ હિલચાલ વિશે માહિતી આપશે. નીચેના અંડરગ્રાઉન્ડ માળ પર 45-50 કાર માટે પાર્કિંગની જગ્યા છે જયારે એના ઉપરના માળ પર રસોડું, સર્વન્ટ ક્વાર્ટર, અને સિક્યોરિટી રૂમ છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ, ભગવાન ગણેશનું મંદિર અને દુનિયાભરથી મળેલા તમામ ઇનામ, મેડલ, ટ્રોફીઓ સજાવા માટે એક મોટો હોલ છે.હોલની ડિઝાઇન કંઈક એવી રીતે કરવામાં આવેલી છે કે ભગવાન ગણેશની નજર હોલમાં લાગેલા શો-કેસમાં સજેલા પુરસ્કારોની તરફ દેખતી રહે.

હોલની ડિઝાઇન કંઈક એવી રીતે કરવામાં આવેલી છે કે ભગવાન ગણેશની નજર હોલમાં લાગેલા શો-કેસમાં સજેલા પુરસ્કારોની તરફ દેખતી રહે.સચિનને ફિલ્મો જોવાનો ખુબ જ શોખ છે, માટે બંગલામાં મીની થીએટર પણ છે, જ્યા પર સચિન પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફિલ્મો જોવે છે.

સચિન અને તેમની પત્નીનો રૂમ ઘરના ટોપ ફ્લોર પર છે અને બંને બાળકોના રૂમ અને ગેસ્ટરૂમ બીજા ફ્લોર પર છે. જ્યા તેમની દીકરી સારા અને દીકરો અર્જુન રહે છે. આખા બંગલામાં વિશ્વભરની આધુનિક વસ્તુઓ જરૂરિયાત મુજબ લગાવવામાં આવી છે.

આ ઘરની કુલ કિંમત 80 કરોડ રૂપિયા છે. આ બંગલો સચિને વર્ષ 2007માં એક પારસી પરિવાર પાસેથી 40 કરોડમાં ખરીદ્યો હતો અને પછી આ ઘરને રિનોવેટ કરાવવામાં પણ 40 કરોડનો ખર્ચ થયો છે. જેથી આ બંગલોની કુલ કિંમત 80 કરોડ છે. દેશના મહાન ક્રિકેટર સચિન રમેશ તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973માં થયો હતો. સચિન ક્રિકેટના ઇતિહાસ માં વિશ્વ ના સર્વશ્રેષ્ઠ બલ્લેબાજ માં ગણવામાં આવે છે. ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન થી સમ્માનિત થનારા તે સર્વપ્રથમ અને સૌથી નાની ઉંમરના ખિલાડી છે.

Niraj Patel