હાથ વગર જ આ રીતે કેરમ રમ્યા અને ગેમ પુરી કરી, ભારતના દિગ્ગ્જ બેસ્ટમેન સચિન તેંડુલકર પણ જોતા જ રહી ગયા, વીડિયો થયો વાયરલ

ભારતના પૂર્વ દિગ્ગ્જ બેટ્સમેન સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિને તેના ઇન્ટરનેશનલ કારકિર્દીમાં 100 સદીઓ લગાવેલી છે. સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. આજે ભલે સચિન ક્રિકેટના મેદાન પર નથી દેખાતા પરંતુ સ્પોર્ટ્સથી સચિન અલગ નથી થયા. ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી પણ સચિન તેમના સોશિયલ મીડિયા પર ક્રિકેટને લગતી પોસ્ટ શેર કરતા હોય છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે થોડા દિવસ પહેલા તેમના સોશિયલ મીડિયા પર એક મોટિવેશન વીડિયો શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તે વીડિયોમાં એક દિવ્યાંગ તેના પગથી કેરમ રમતો નજર આવી રહ્યો છે. તેની હિમ્મત અને શાનદાર ગેમ જોઈને મહાન ક્રિકેટર સચિન પણ તેમના ચાહક થઇ ગયા હતા અને તેમને આ વિડીયો તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

વીડિયો શેર કરતા સચિને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘અશક્ય અને શક્યની વચ્ચેનું અંતર તે વ્યક્તિના દ્રડ સંકલ્પમાં રહેલું છે. આ વ્યક્તિનું નામ હર્ષદ ગોથન્કર છે જેમણે ‘i-m-POSSIBLE’ને તેની જિંદગીનો મૂળ મંત્ર બનાવી લીધો છે. વસ્તુઓને સંભવ કરવા માટેના ઘણા પ્રયત્નો શોધવા વાળા તેમની આ હિંમતને પ્રેમ કરો.’

આ 1 મિનિટ 15 સેકંડની ક્લિપમાં જોઈ શક્ય છે કે એક દિવ્યાંગ જેને હાથ નથી તે વ્યક્તિ પગથી કેરમ રમી રહ્યો છે. તે વ્યક્તિ તેના પગની આંગળીઓના ઉપયોગથી સ્ટ્રાઈકરથી કેરમની કુકડીને મારે છે અને જોત જોતમાં જ ગેમ જીતી જાય છે. જોકે આ વીડિયોનો અંત પણ ખુબ જ શાનદાર છે.

સચિન તેંડુલકરે ટ્વિટર પર પોસ્ટ કરેલા આ વીડિયો પર 86 હજારથી વધારે વ્યૂઝ અને 11 હજારથી વધારે લાઇક્સ આવી છે.

Patel Meet