અજબગજબ જીવનશૈલી

મહેલને પણ ટક્કર મારે તેવો વૈભવી છે સચિનનો બંગલો, જુઓ અંદરના Photos ક્લિક કરીને…

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર રેકોર્ડ્સ વિશે તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે સચિન જે ઘરમાં રહે છે તે આખરે કેવું દેખાય છે. આજે અમે તમને સચિનના ઘરની અંદરની તસવીરો દેખાડશું જે તમે પહેલા ક્યારેય પણ જોઈ નહીં હોય.

Image Source

સચિનનું આ ઘર મુંબઈના બાંદ્રામાં આવેલું છે જે 6000 સ્કવેર ફૂટમાં બનેલું છે. આ ઘરમાં સુવિધાઓની સાથે જ ઘરને ખૂબ જ અલગ પણ બનાવવામાં આવ્યું છે. સચિનનું ઘર કુલ 5 માળનું બનેલું છે જેમાં 2 માળ જમીનની અંદર છે અને 3 માળ જમીનની ઉપર. આ ઘરને 2007માં લગભગ 40 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું.

Image Source

સચિનના આ ઘરમાં સુરક્ષાની બધી જ વ્યવસ્થા છે. ઘરમાં સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવેલા છે. આ સિવાય ઘરની બહાર પણ સીસીટીવી છે, જે બધી જ હિલચાલ વિશે માહિતી આપશે. નીચેના અંડરગ્રાઉન્ડ માળ પર 45-50 કાર માટે પાર્કિંગની જગ્યા છે જયારે એના ઉપરના માળ પર રસોડું, સર્વન્ટ ક્વાર્ટર, અને સિક્યોરિટી રૂમ છે.

Image Source

ગ્રાઉન્ડ ફ્લોર પર ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ, ભગવાન ગણેશનું મંદિર અને દુનિયાભરથી મળેલા તમામ ઇનામ, મેડલ, ટ્રોફીઓ સજાવા માટે એક મોટો હોલ છે.

Image Source

હોલની ડિઝાઇન કંઈક એવી રીતે કરવામાં આવેલી છે કે ભગવાન ગણેશની નજર હોલમાં લાગેલા શો-કેસમાં સજેલા પુરસ્કારોની તરફ દેખતી રહે.

Image Source

સચિનને ફિલ્મો જોવાનો ખુબ જ શોખ છે, માટે બંગલામાં મીની થીએટર પણ છે, જ્યા પર સચિન પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફિલ્મો જોવે છે.

Image Source

સચિન અને તેમની પત્નીનો રૂમ ઘરના ટોપ ફ્લોર પર છે અને બંને બાળકોના રૂમ અને ગેસ્ટરૂમ બીજા ફ્લોર પર છે. જ્યા તેમની દીકરી સારા અને દીકરો અર્જુન રહે છે. આખા બંગલામાં વિશ્વભરની આધુનિક વસ્તુઓ જરૂરિયાત મુજબ લગાવવામાં આવી છે.

Image Source

આ ઘરની કુલ કિંમત 80 કરોડ રૂપિયા છે. આ બંગલો સચિને વર્ષ 2007માં એક પારસી પરિવાર પાસેથી 40 કરોડમાં ખરીદ્યો હતો અને પછી આ ઘરને રિનોવેટ કરાવવામાં પણ 40 કરોડનો ખર્ચ થયો છે. જેથી આ બંગલોની કુલ કિંમત 80 કરોડ છે.

દેશના મહાન ક્રિકેટર સચિન રમેશ તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973માં થયો હતો. સચિન ક્રિકેટના ઇતિહાસ માં વિશ્વ ના સર્વશ્રેષ્ઠ બલ્લેબાજ માં ગણવામાં આવે છે. ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન થી સમ્માનિત થનારા તે સર્વપ્રથમ અને સૌથી નાની ઉંમરના ખિલાડી છે.