મનોરંજન

સચિન તેંડુલકરે શાહરુખખાનને આ વાત પર આપી દીધી સલાહ… કીધું “બાજીગર છો પણ….”, શાહરૂખે આપ્યું કંઈક આવી રિએક્શન,જુઓ વિડીયો…

બોલીવુડના કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાના 27 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. 27 વર્ષ બોલીવુડમાં કામ કરવાને લીધે શાહરુખ ખાન મસ્તીભરેલા મૂડમાં જોવા મળી રહ્યા છે.આ ખાસ મૌકા પર શાહરુખ ખાને પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ શેર કર્યો છે અને વીડિયોમાં કિંગ ખાને પોતાના ફૈન્સનો આભાર વ્યક્ત કર્યો છે.

શાહરુખ ખાને વીડિયોને શેર કરતા કૈપ્શનમા લખ્યું કે,”આ સંયોગ છે કે મોટરસાઇકલ કંપનીના મારા મિત્રોએ 27 વર્ષ પહેલા ફિલ્મ ‘દીવાના’ના સ્ટંટ માટે મને બે મોટરસાઇકલ મોકલી હતી. હું તેવું કરવા જઈ રહ્યો છું”.વીડિયોમાં કિંગ ખાન પોતાની પહેલી ફિલ્મ દીવાના ના પોતાના એન્ટ્રી સીનને રીક્રીએટ કરતા નજરમાં આવી રહ્યા છે.

વીડિયોમાં કિંગ ખાન હેલ્મેટ પહેર્યા વગર જ બાઈક ચલાવતા દેખાઈ રહ્યા છે.એવામાં ક્રિકેટર અને ભારત રત્નથી સમ્માનિત સચિન તેંદુલકરે ઇન્ડસ્ટ્રીમાં 27 વર્ષ પૂર્ણ કરવા પર શુભકામના આપવાની સાથે સાથે મજાકિયા અંદાજમાં શાહરુખ ખાનને ટ્વીટર એકાઉન્ટ પર હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવાની સલાહ પણ આપી દીધી હતી.જો કે તેની બદલામાં શાહરુખ ખાને પણ મજાકિયા અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સચિન તેંદુલકરે શાહરૂખના વિડીયો પર કમેન્ટ કરતા મસ્તીભરેલા અંદાજમાં લખ્યું કે,”ડિયર બાઝીગર,માથા પરથી હેલ્મેટ(ચક દે ઇન્ડિયા)ને ના હટાવો.જ્યારે બાઇક પર હોવ ત્યારે હેલ્મેટ પહેરો જબ તક હૈં જાન.બોલીવુડમાં 27 વર્ષ પુરા કરવા પર તમને ખુબ ખુબ શુભકામનાઓ,જલ્દી જ મળશું મારા મિત્ર”.

 

View this post on Instagram

 

Should I just let the hair grow for another few months??!

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

જો કે સચિનના આવા કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા શાહરુખ ખાને લખ્યું કે,”મારા મિત્ર, હેલ્મેટ પહેરીને ઓન ડ્રાઇવ,ઓફ ડ્રાઇવ અને સ્ટ્રેટ ડ્રાઇવ કરવું તમારાથી બેસ્ટ કોણ શીખવી શકે?હું મારા પૌત્ર-પૌત્રીઓને પણ જણાવીશ કે મને ડ્રાંઈવિંગ ગ્રેટ સચિન તેંદુલકરે શીખવાડ્યું છે. કોઈ દિવસ ફિશ કરી પર જલ્દી જ મળશું, આભાર”.

શાહરુખ ખાને વર્ષ 1992 માં ફિલ્મ દીવાનાથી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આ 27 વર્ષોમાં શાહરુખ ખાને પોતાના જીવનના ઘણા યાદગાર કિરદાર નિભાવ્યા છે.જેનાથી આજે તેના દેશ-વિદેશોમાં મોટી સંખ્યામાં ફૈન્સ છે.એકથી એક હિટ ફિલ્મો આપનારા કિંગ ખાન 27 વર્ષ પુરા કરવા પર ખુબ જ મસ્તી ભરેલા મૂડમાં આવી ગયા છે.

 

View this post on Instagram

 

Two many beautiful women..Too little time. Will be back NYC to savour their company & love again…soon.

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

ફિલ્મ દીવાના પછી શાહરૂખ ખાન લગાતાર આગળ વધતા ગયા.ફિલ્મમાં શાહરૂખના સિવાય અભિનેતા ઋષિ કપૂર અને દિવ્યા ભારતી પણ ખાસ કિરદારમાં હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ હિટ સાબિત થઇ હતી.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks