હોટલમાં નામ બદલીને સીમા અને સચિન ઘણા દિવસો રહ્યા સાથે, રૂમમાંથી બહાર પણ ન નીકળતા…હોટલ માલિકે કર્યો ચોંકાવનારો ખુલાસો

નેપાળના આ હોટલમાં નામ બદલીને રોકાયા હતા સીમા હૈદર અને સચિન, હોટલ માલિકે કર્યો ખુલાસો

પાકિસ્તાનની સીમા હૈદર અને નોઈડાના સચિન મીનાની લવ સ્ટોરી ઘણા દિવસોથી ચર્ચામાં છે. યુપી એટીએસ પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતના સચિન મીનાની પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં અનેક પ્રકારની બાબતો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલય નક્કી કરશે કે સીમા ભારતમાં રહેશે કે નહીં.બંને નેપાળની રાજધાની કાઠમંડુની એક હોટલમાં રોકાયા હતા અને આ દરમિયાન સાત દિવસ સુધી તે હોટલમાં સાથે રહ્યા, તે પછી ટેક્સીમાં બેસીને નીકળી ગયા. સીમા અને સચિન જે હોટલમાં રોકાયા હતા તેના રજિસ્ટરમાં આ બંનેની કોઈ એન્ટ્રી નથી. હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે બંનેએ તેમના નામ બદલીને એન્ટ્રી લીધી હશે.

સીમા અને સચિન નેપાળના કાઠમંડુની હોટલમાં રોકાયા હતા
જ્યારે સીમા હૈદરનો મામલો ચર્ચામાં આવ્યો ત્યારે સીમા અને સચિને પોલીસને જાણ કરી હતી કે તેઓ નેપાળના કાઠમંડુમાં હોટેલ ન્યૂ વિનાયકમાં 7 દિવસ રોકાયા હતા. ઘણા ખુલાસા વચ્ચે હવે નેપાળમાં સીમા અને સચિન જ્યાં રોકાયા હતા તે હોટલના માલિક સામે આવ્યા છે. ANIના અહેવાલ મુજબ સીમા હૈદર અને સચિન મીના નેપાળના કાઠમંડુની એક હોટલમાં રોકાયા હતા. હોટલના માલિકે જણાવ્યું કે સચિને હોટલમાં ‘શિવંશ’ નામથી રૂમ બુક કરાવ્યો હતો અને રોકડમાં ચૂકવણી કરી હતી. હોટલના માલિકે તેનું નામ ગણેશ જણાવ્યું હતું. ગણેશે કહ્યું કે સીમા અને સચિન માર્ચ 2023માં આવ્યા હતા અને લગભગ 7-8 દિવસ રોકાયા હતા.

નામ બદલીને રોકાયા હતા સીમા હૈદર અને સચિન
બંને મોટાભાગે રૂમમાં જ રહેતા, સાંજે બહાર જતા પણ વહેલા આવતા કારણ કે હોટેલ 9:30-10 વાગ્યે બંધ થઇ જાય છે. સચિને પહેલા આવીને હોટેલ બુક કરાવી. તેણે કહ્યું કે તેની પત્ની બીજા દિવસે આવશે. બીજે દિવસે સીમા આવી.જતી વખતે સીમા પહેલા ગઈ અને બીજા દિવસે સચિન ચાલ્યો ગયો. તે સમયે માત્ર તે બે જ આવ્યા હતા, તેમની સાથે કોઈ બાળકો ન હતા. સચિને શિવાંશના નામે બુક કરાવ્યો હતો રૂમ. પૈસા પણ તેણે ભારતીય ચલણમાં અને રોકડમાં ચૂકવ્યા હતા. હોટલના માલિકે જણાવ્યું કે કાઠમંડુના આ વિસ્તારમાં ઘણી એવી હોટલો છે, જે અહીં રહેતા લોકો પાસેથી કોઈ ઓળખપત્ર નથી લેતી.

હોટલના રૂમ નંબર 204માં રોકાયા હતા સીમા-સચિન
રજિસ્ટરમાં ફક્ત નામ અને વિગતો જ નોંધવામાં આવે છે. આ પછી તેમને હોટલનો રૂમ આપવામાં આવે છે. ગણેશે જણાવ્યું કે સીમા-સચિન હોટલના રૂમ નંબર 204માં રોકાયા હતા. આ એક ખૂબ જ નાનો ઓરડો છે અને દરરોજ લગભગ રૂ.500માં ઉપલબ્ધ છે. સીમા અને સચિનની જે રીલ્સ સામે આવી છે તે આ હોટલના રૂમમાં જ બનાવવામાં આવી હોય તેવું લાગે છે. બુધવારે ઉત્તર પ્રદેશ પોલીસે સીમા હૈદર પાસેથી ચાર મોબાઈલ ફોન, પાંચ પાસપોર્ટ અને બે વીડિયો કેસેટ મળી હોવાનો દાવો કર્યો હતો.

સીમા દુબઈ અને નેપાળ થઈને આવી ભારત 
પોલીસનું કહેવું છે કે માર્ચ 2023માં સીમા હૈદરે તેનું ઘર 12 લાખમાં વેચ્યું હતું. જે બાદ તે દુબઈ અને નેપાળ થઈને ભારત આવી હતી. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પણ સીમા હૈદર કેસ પર નિવેદન આપ્યું છે. પ્રશાંત કુમારે કહ્યું કે કોઈ ટીમ નેપાળ જઈ રહી નથી અને તમામ સરકારી એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. પ્રશાંતે કહ્યું, ‘આ મામલો બે દેશો વચ્ચે જોડાયેલો છે. જ્યાં સુધી પૂરતા પુરાવા ન મળે ત્યાં સુધી કશું કહેવું યોગ્ય નથી.

Shah Jina