ખબર

ઘોર કળયુગ : શિવાંશના પપ્પા સચિનના ‘વટાણા વેરાઈ ગયા,’ પ્રેમિકાથી જન્મ્યો છે બાળક, પત્નીને તો ખબર પણ…જાણો વિગત

ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાંથી મળી આવેલા બાળક Shivansh ના મમ્મી પપ્પા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના મમ્મીનું નામ મહેંદી દેઠાણી અને પપ્પાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. તેના મમ્મી પપ્પા બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પણ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે.

ઝી ન્યુઝ અહેવાલ અનુસાર શિવાંશની માસી પાસેથી માહિતી મળી છે કે, કે 10 ડિસેમ્બર 2020 માં બાળકનો જન્મ થયો હતો. આજે શિવાંશ 10 મહિનાનો થયો છે. એક બાજુ જ્યાં મમ્મી પપ્પા બાળકની 12 મહિના સુધીની જન્મતિથિ દર મહિને ઉજવે છે. ત્યાં શિવાંશ શિશુ ગૃહમાં છે. તેના પિતા પોલીસ કસ્ટડીમાં છે, અને માતા ગાયબ છે.

આ માસુમ બાળકની મમ્મી મહેંદી વડોદરામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ સમયે જ વડોદરમાં સચિન અને મહેંદી વચ્ચે સંબંધો બંધાયા હતા અને 2 વર્ષ સુધી બંનેએ રંગરેલિયાંમાં મનાવ્યા જેમાં બાળક શિવાંશનો જન્મ થયો હતો. સચિન મહેંદીને મળે તે પહેલા જ તે મરેડિ હતો, જેને પત્નીથી 4 વર્ષનો દીકરો છે. પણ તેણે મહેંદીથી આ બધી જ વાત છુપાવી દીધી હતી.

જેના બાદ મહેંદીએ સચિન પર લગ્ન કરવા દબાણ કર્યુ હતું. પછી બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં તેણે શિવાંશને સચિનને સોંપ્યો હતો. પરંતુ હજી સુધી મહેંદી સમગ્ર પ્રકરણથી બહાર છે. હવે સવાલ એ છે કે, પોતાના દીકરાને સચિનને સોંપીને મહેંદી ક્યા ગાયબ થઈ ગઈ છે. જે માતા પાંચ મિનિટ પણ પોતાના દીકરાને અલગ કરતી ન હતી, તે આખરે કેમ 35 કલાકથી તેનાથી દૂર છે. શું સચિને જ મહેંદીનો કાંટો કાઢી નાંખ્યો છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, હીનાની લાશ વડોદરામાંથી મળી આવી છે. સચિન વિરૂદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કરાયો છે. જો કે, સચિનના હીના સાથે લગ્ન થયા ન હતા. હીનાની હત્યા કાર્ય કર્યા બાદ લાશને બેગમાં પેક કરીને બેગમાં મૂકી રાખવામાં આવી હતી અને લાશને ઘરમાં જ રખાયો હતો. સચીનની પત્નીને આ બાબતે કોઈ જ પ્રકારની જાણ ન હોતી. સાથે રહેવાની બાબતે બંને વચ્ચે ઝઘડો થતા સચિને તેની કરપીણ હત્યા કરી નાખી હતી.’

તમને જણાવી દઈએ કે હીના પેથાણી એક શૉ રૂમમાં જોબ કરતી હતી, જ્યાં સચિન જોડે તેને સંબંધ બંધાયો…જે આગળ જતાં પ્રેમસબંધમાં પરિણમ્યો હતો. પછી સચિન અને હીનાએ રંગરેલિયા મનાવ્યા હતા.સચિન અને હીના બન્ને 2019થી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. જ્યારે સચિને બે મહિના પહેલા જ વડોદરામાં નોકરી મેળવી હતી. આથી સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગરમાં રહેતો હતો.

બે દિવસ પહેલા બાળકના પિતાએ પોતાના વતન UP જવાની વાત કરતાં હીના સાથે ઉગ્ર બોલાચાલી અને લડાઈ થઈ હતી. જે બાદ આવેશમાં આવીને સચિને હીના ઉર્ફે મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. સચિને હિનાની લાશને સગેવગે કરવા માટે તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી.