સચિન મીના અને સીમા હૈદરના નામ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. ભાગ્યે જ કોઈ એવું હશે જે તેમને જાણતું નહિ હોય. પાકિસ્તાની ભાભી તરીકે જાણીતી સીમા હૈદરની પ્રેગ્નેંસીને લઈને પહેલા ઘણા અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ તેની ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી. આ વખતે સીમાએ પોતે પ્રેગ્નેંસીની પુષ્ટિ કરી છે. જી હા, સીમા હૈદર સાત મહિનાની ગર્ભવતી છે અને તે ફેબ્રુઆરીમાં સચિન મીનાના બાળકને જન્મ આપશે.
તેણે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી પ્રેગ્નેંસી કીટ બતાવી અને કહ્યું કે “હું 7 મહિનાની પ્રેગ્નેન્ટ છું. અમારા ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાન આવવાનો છે.” સીમાએ પોતાનો બેબી બમ્પ પણ બતાવ્યો. તેણે કહ્યું, “બાળકને ખરાબ નજર ન લાગે તે માટે અમે આ વાતને અત્યાર સુધી છુપાવી રાખી હતી. અમે આ વાત ત્યારે જ જાહેર કરવા માગતા હતા જ્યારે બધુ બરાબર હોય.
જણાવી દઇએ કે, સીમા હૈદર અને સચિન મીનાની લવ સ્ટોરી ખૂબ હેડલાઇન્સમાં રહી હતી. સીમા નેપાળ દ્વારા ગેરકાયદેસર રીતે ભારત આવી હતી, અને ગ્રેટર નોઈડાના રાબુપુરા ગામમાં સચિન સાથે રહેવા લાગી.જ્યારે પોલીસને આ મામલાની માહિતી મળી ત્યારે પોલીસે આ કેસમાં બંનેની ધરપકડ કરી લીધી. પોલિસે શરૂઆતમાં તેમના પર ધોખાધડીનો કેસ લગાવવાની તૈયારી કરી હતી,પણ આ મામલામાં સજાનું પ્રાવધાન ના હોવાને કારણે પાસપોર્ટ એક્ટની કલમ 3, 4 અને 5 હટાવી દેવામાં આવી.
જ્યારે સીમા હૈદરના પહેલા પતિ ગુલામ હૈદર પાકિસ્તાનમાં રહી રહ્યો છે. સીમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અને પોતાના બીજા પતિ સચિન સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સીમા હૈદર અવાર નવાર સમાચારોમાં રહે છે.
View this post on Instagram