સંગીતકાર જોડી સચિન-જીગર ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ શરુ કરવા જઈ રહયા છે, આ એક એવી પહેલ હશે કે જે વિવિધ ક્ષેત્રના મહત્વાકાંક્ષી કલાકારોને મંચ પૂરું પાડશે. આ જોડી તેમની આ પહેલ માટે દર્શકો પાસેથી સમર્થન ઈચ્છી રહી છે. તેઓ આ ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ, ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહત્વાકાંક્ષી કલાકોરોને તેમની પ્રતિભા લોકો સુધી પહોંચાડવા માટે એક મંચ પૂરું પાડશે.

તેમને પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર દિલથી એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેમના પ્રત્યેના ચાહકોના પ્રેમ માટે આભાર વ્યક્ત કરતા તેમના આ નવા સફરનો ભાગ બનવા પણ કહ્યું છે. તેમને સોશિયલ મીડિયા પર આ પત્ર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પોસ્ટ કર્યો છે. આ સાથે જ તેમને પોતાના ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ વિશે પણ લોકોને જાણકારી આપી છે.
View this post on Instagram
ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ સચિન-જીગરની યુટ્યુબ ચેનલ પર એક એવું મંચ છે કે જેના પર વિભિન્ન ક્ષેત્રના કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરશે. એવા કલાકારો કે જેમને સંગીત, નૃત્ય, સ્ટેન્ડઅપ કોમેડી કે ગુજરાતી સંસ્કૃતિ સાથે સંકળાયેલી કોઈ બીજા પ્રકારની કલામાં પોતાની ઓળખ બનાવવા ઇચ્છતા હશે તેઓને આ ચેનલ પર પોતાની કલા દર્શાવવાની તક મળશે. આ કલાકારોએ પોતાનો વિડીયો મેઈલ કરવાનો રહેશે અને તેમાંથી સચિન-જીગર દ્વારા પસંદગી પામેલા કલાકોના વિડિયોઝ આ ચેનલ પર જોવા મળશે.
મૂળ ગુજરાતના સચિન-જીગરે બોલીવૂડના પ્રમુખ સંગીતકાર જોડીઓમાં પોતાની પણ જગ્યા બનાવી છે. તેમના પ્રત્યે દર્શકોના અસીમ પ્રેમ અને સમર્થન માટે આભારી, સચિન-જીગર માતૃભૂમિ માટે પોતાને ઋણી ગણાવે છે અને અહીંના લોકો પ્રતિ તેમના આ ઋણના બદલામાં તેઓએ ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ શરુ કરવાનું વિચાર્યું.

સચિન સંઘવીએ કહ્યું: “વર્ષોથી, હું અને જીગર સતત દરેક પ્રોજેક્ટ માટે વધુ સખત અને વધુ સારી રીતે કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દર્શકો તરફથી અમને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે, એ અમારા વિકાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે, અમને લાગે છે કે હવે એ અમારી જવાબદારી છે કે એ જ પ્રેમ અને સમર્થનને બદલે કશુંક કરીએ અને ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ એ જ કરવાનો પ્રયાસ છે.”

જીગર સરૈયાએ કહ્યું: “અમારા કાર્ય દ્વારા, અમે ભાગ્યશાળી છીએ કે અમે દર્શકોના દિલમાં પોતાના માટે એક જગ્યા બનાવી લીધી છે. આ યુવા, મહત્વાકાંક્ષી કલાકારો અમને રોલ મોડેલ્સ તરીકે નહિ પણ તેમના માર્ગદર્શક તરીકે જુએ તે ખૂબ જ સારું છે. તેમનો અમારામાં વિશ્વાસ જ અમને ઉભરતી પ્રતિભાઓ માટે એક મંચ બનાવવા માટે પ્રેરિત કરે છે. ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ અમારા હૃદયની ખૂબ નજીક છે કારણ કે તે ગુજરાતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિમાં ફાળો આપવાની તક પૂરી પાડે છે.”

આ જોડી જલ્દી જ ગુજરાત કલ્ચરલ મૂવમેન્ટ – યુટ્યુબ ચેનલ ‘બેની’ ગીત સાથે લોન્ચ કરશે, આ ગીત ગુજરાતની વિવિધતાને દર્શાવશે. આ વીડિયોને બરોડાથી કચ્છ સુધીના રાજ્યના વિવિધ સ્થળોએ શૂટ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના ગ્રામીણ લોકોની સાથે ગુજરાતી મૂળના 20 કલાકારો અને ઇન્ફ્લુએન્સર્સ જોવા મળશે.

એક દાયકાની કારકિર્દીમાં સચિન-જીગરે ઘણી બોલિવૂડ ફિલ્મ્સમાં સંગીત આપ્યું છે, જેમ કે શોર ઈન ધ સીટી, તેરે નાલ લવ હો ગયા, ABCD, ગો ગોવા ગોન, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, હેપી એન્ડિંગ, ABCD 2, હિન્દી મીડીયમ, સ્ત્રી, મેડ ઈન ચાઈના, બદલાપૂર, બાલા અને હાલમાં જ રિલીઝ થયેલી સ્ટ્રીટ ડાન્સર ફિલ્મનું મ્યુઝિક પણ તેમને જ આપેલું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.