ખબર

તરછોડાયેલા બાળકના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા, બે વર્ષ પહેલા હિના અને સચિનને પિતાએ રંગે હાથ ઝડપી લીધા હતા અને પછી

માસુમ બાળકને તરછોડી દેવાના કેસમાં એક પછી એક મહત્વના ખુલાસાઓ સામે આવી રહ્યા છે, બાળકને તરછોડી દેનાર તેનો સાગો બાપ હોવાનું સામે આવ્યા બાદ બાળકની માતા હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યા પણ તેના પતિ સચિને કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. હિના અને સચિન લિવ ઇનમાં રહેતા હતા. આ બંને વચ્ચે પ્રેમનો પરવાનો વર્ષ 2019થી જ ચઢેલો જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર મીડિયાના અહેવાલ પ્રમાણે સચિન ગાંધીનગર અને હિના અમદાવાદ રહેતી હોવાથી ગાંધીનગરના અનેક જોવાલાયક સ્થળ ઉપર ફરવા માટે જતા હતા. એજ સમયે સચિનના પિતાએ વર્ષ 2019મા જ પોતાના દિકરાને અન્ય યુવતિ સાથે જોઇ લીધો હતો. તે સમયે પિતાને પહેલીવાર સચિનના અનૈતિક સંબંધોની જાણ થઇ હતી.

સચિન દિક્ષિત પરણિત હોવા છતા અન્ય યુવતિના પ્રેમમા પડ્યો હતો. આ સમગ્ર બાબતની જાણે તેના પરિવારમા કોઇને પણ ન હતી. જ્યારે વર્ષ 2019મા સચિન તેની પ્રેમિકા હિના ઉર્ફે મહેંદી સાથે ગાંધીનગરમા ફરી રહ્યો હતો. તે સમયે તેના પિતા નંદકિશોરે નરી આંખે જોઇ લીધો હતો. પરંતુ ત્યારબાદ મામલો શાંત થઇ ગયો હતો.

સચિન ગત શુક્રવારના રોજ મોડી રાત્રે તેના માસુમ દીકરાને ગાંધીનગરના પેથાપુરમાં આવેલી ગૌશાળા પાસે તરછોડીને ચાલ્યો ગયો હતો. જોકે, પોલીસે 20 કલાકમા તેને ઝડપી લીધો હતો. પરંતુ સચિને બાળકને તરછોડતા બાદ મોઢા ઉપર કોઇ પણ જાતનો હરખશોક વિના તેની પત્નિ આરાધના સાથે સેક્ટર 26માં આવેલા એક મોલમા ખરીદી કરવા ગયો હતો અને ત્યારબાદ તે પરિવાર સાથે ઉત્તરપ્રદેશ જવા રવાના થયો હતો.

(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)