ખબર

ફિલ્મ નિર્માતાનું પણ માથુ ચકરાઇ જાય તેવી કહાની, તરછોડાયેલા બાળકની મમ્મી મામલે મોટો ખુલાસો…

નવરાત્રીના બીજા દિવસે રાત્રે 9-9.30 વાગ્યા આસપાસ ગાંઘીનગરના પેથાપુરમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા એક નાનકડા બાળકને મૂકીને ફરાર થઇ જવાની ઘટના બની હતી, તે બાદ આ ઘટના મામલે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને 24 કલાકની અંદર અંદર તો પોલિસે આખી ઘટના પરથી પડદો ઉઠાવી દીધો હતો.આ જે નાનું બાળક મળી આવ્યુ હતુ, તેની માતા હીના ઉર્ફે મહેંદીની હત્યા તેના જ  પતિ દ્વારા કરાઇ હોવાનો ખુલાસો થયો છે. પતિ સચિને આ મામલે કબૂલાત  પણ કરી છે. આ માહિતી ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા દ્વારા  આપવામાં આવી હતી. નિરાધાર બાળકને તરછોડી ગયેલ તેના પિતા સચિને શુક્રવારના રોજ સાંજે તેની પ્રેમિકા એટલે કે નિરાધાર બાળકની માતા મહેંદીની ગળુ દબાવી હત્યા કરી દીધી હતી.

આ કબૂલાત સચિને કરી છે. મૂળ જૂનાગઢની  મહેંદી અને ગાંધીનગરનો સચિન બંને લગભગ 2 વર્ષથી લિવ ઇનમાં રહેતા હતા. મહેંદી સામાજિક દરજ્જો મેળવવા માટે આતુર હતી અને સમાધાન કરતી હતી તેમ છત્તાં સચીન સાથે તકરાર થતી હતી. પોલિસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જણાવ્યુ હતુ કે, વર્ષ 2016માં સચિન હિના એટલે કે મહેંદીના પરિચયમાં આવ્યો હતો. હીના પેથાણી શોરૂમમાં નોકરી કરતી હતી. અને ત્યારે બંને વચ્ચે ઓળખાણ થઇ હતી તે બાદ બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા.

બંને વર્ષ 2019થી સાથે રહેતા હતા અને સચિનને વડોદરામાં નોકરી મળી હતી.  સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો. સચિન તેના વતન ઉત્તર પ્રદેશ જવાનો હતો અને ત્યારે જ તેની પ્રેમિકા એટલે કે મહેંદી ગુસ્સે થઇ ગઇ હતી. આ મામલે હિનાએ કહ્યુ હતુ  કે, સચિન તેની સાથે રહે અને વતન ના જાય. આ મુદ્દે બોલાચાલી બાદ ગુસ્સામાં આવેલ સચિને મહેંદીની હત્યા કરી દીધી અને તે બાદ તેની લાશનો નિકાલ કરવા માટે સુટકેસમાં લાશ રાખી દીધી.

પોલિસ દ્વારા આરોપીની કડક રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ પૂછપરછ દરમિયાન જ સચિન ભાંગી પડ્યો  હતો અને તેણે સમગ્ર હકિકત પોલિસને જણાવી હતી. પોલીસની ટીમ બપોરે 3 વાગ્યા આસપાસ સચિનને લઇને વડોદરા આવી હતી.વડોદરા પોલીસને પણ આ મામલે જાણ કરાતાં બાપોદરા પોલીસ પણ ફ્લેટ પર પહોંચી હતી. જયાં  તેણે મહેંદીની લાશ રાખી હતી.  પોલિસે તેને રસોડા પર બેસાડ્યો હતો અને લગભગ 3 કલાક સુધી પૂછપરછ કરી હતી.

તે બાદ આરોપીને પોલિસ ગાંધીનગર લઇ આવવા રવાના થઇ હતી.  સચિનની પ્રેમિકા મહેંદી ઉર્ફે હિનાએ 10 મહીના પહેલા જ બાળક નિરાધાર બાળકને જન્મ આપ્યો હતો. તેઓ બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી અને સચિનને મહેંદીએ કહ્યુ  હતુ  કે, મને સાથે રાખો અથવા બાળકની જવાબદારી મારી એકલીની નથી તેમ કહેતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. મહેંદીની લાશને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે બેગ મૂકી દીધી હતી. ત્યારબાદ બાળક નિરાધાર બાળકને લઇને તેનાં માતા-પિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાત્રે પેથાપુર ગૌશાળા પાસે બાળકને મૂકી દઇ પોતાના ઘેર જતો રહ્યો હતો

સવારે તે પરિવાર સાથે યુપી જવા રવાના થયો હતો. સચિન જે ફ્લેટમાં રહેતો હતો તેના માલિક દ્વારા  જણાવવામાં આવ્યુ હતુ કે 1 મહીના પહેલા ફ્લેટના ચોકીદાર દ્વારા મારો  સંપર્ક કરી ફ્લેટ ભાડે આપવા માટે પૂછ્યુ. 7500 રૂપિયાના ભાડેથી આ ફ્લેટ સચિનને આપવામાં આવ્યો હતો. 8 ઓક્ટોબરના રોજ મહેંદીની હત્યા કરવામાં આવી હતી અને ત્રણ દિવસ લાશ ડિકમ્પોઝ થઇ ગઇ હતી. જેને કારણે FSL દ્વારા લાશને જયારે બેગમાંથી કાઢવામાં આવી ત્યારે ઘણી દુર્ગંધ મારતી હતી. પોલીસે મહેંદીનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહેંદીના પહેંલા પણ લગ્ન થયા હતા. પરંતુ તે લગ્ન લગભગ 3.5 વર્ષ આસપાસ તૂટી ગયા હતા. એક દિવસ તે ઘરેથી ગુમ થઇ હતી અને પાછી આવી તો જાણવા મળ્યુ કે, માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હોવાને કારણે તે જતી રહી હતી.