હિના હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, હિનાએ સચિન વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં કરી હતી ખોટુ બોલી સંબંધ રાખવાની અરજી

હાલમાં રાજયમાં જે કેસે ચકચાર જગાવી મૂકી છે તેવા હિના એટલે કે મહેંદી કેસમાં રોજ રોજ અનેક ખુલાસા થઇ રહ્યા છે. એક માસૂમ નાના બાળકને ગૌશાળા પાસે ત્યજી ફરાર થઇ જનાર તેના પિતા સચિને તેની માતા હિના પેથાણીની હત્યા કરી હતી. આ બાબતે અત્યાર સુધી ઘણા ખુલાસા થઇ ચૂક્યા છે ત્યારે બીજી એક વાત સામે આવી છે જેમાં પોલિસ તપાસમાં એવું સામે આવ્યુ છે કે અમદાવાદના રાણીપ પોલિસ સ્ટેશનમાં હિનાએ સચિન વિરૂદ્ધ 2019માં અરજી કરી હતી. મીડિયા રીપોર્ટ અનુસાર, આ અરજીમાં હિના દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, સચિન દિક્ષિતે તેની સાથે ખોટુ બોલી સંબંધ રાખ્યો હતો.

અરજીને આધારે પોલિસે તપાસ કરી હતી અને એ તપાસમાં એવું સામે આવ્યુ હતુ કે મહેંદીએ સચિન વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં પૂર્વ અરજી આપી હતી અને તે બાદ મહેંદી અને સચિનના પરિવારના પોલિસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. આ બાબતે સમાધાન થઇ જતા અરજીને દફ્તરે કરવામાં આવી હતી. વર્ષ 2019માં સચિન સાથેના પ્રેમ સંબંધને લઇનેે મહેંદીએ જીવન આસ્થા હેલ્પલાઇનમાં સલાહ મેળવવા ફોન પણ કર્યો હતો અને તે સમય દરમિયાન લગભગ 54 મિનિટ જેવી વાતચીત થઇ હતી.

મહેંદીનો સવાલ એ હતો કે તેને તેના પતિ સાથે જવુ કે બોયફ્રેન્ડ સાથે. તે સમયે તેને પતિ સાથે જવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તે બોયફ્રેન્ડ સાથે રહી રહી હતી અને આ અંજામનો અંત આખરે કરુણ આવ્યો. હિનાએ વર્ષ 2019ના બીજા મહીનામાં કરેલી અરજીમાં કહ્યુ હતુ કે, સચિન તેની સાથે ખોટુ બોલ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તેની પત્ની એક વર્ષથી યુપીમાં છે અને તે મને 6 મહીના પહેલા મળ્યો. તેણે કહ્યુ કે મારા છૂટાછેડા થતા આપણે લગ્ન કરી લઇશુ. સચિને મહેંદીને કહ્યુ હતુુ કે તે તેને કેનેડા લઇ જશે.

હિના તેને કહેતી કે જે પણ સમય થાય બે વર્ષ કે પાંચ વર્ષ હું રાહ જોઇ લઇશ પરંતુ ના જવાનું થાય તો પણ કહેજો. પરંતુ આ પછી પણ સચિન કહેતો કે આપણા લગ્ન થશે અને જો નહિ થાયને તો પણ તે તેને કેનેેડા લઇ જશે.તેણે એમ પણ કહ્યુ હતુુ કે તે તેની પત્નીની 30 લાખની માંગ પૂરી કરશે અને પછી જો તે હેરાન કરશે તો આપણે એકબીજાનો સહારો બનીશુ.  હિનાએ કહ્યુ હતુ કે,9 ફેબ્રુઆરીના રોજ તેની પત્ની સાથે ભૂલથી મારો નંબર જતો રહ્યો હતો અને એટલે ખબર પડી કે તેને પત્ની અને છોકરો પણ છે એ ગાંધીનગર રહે છે અને સચિન મારી સાથે ખોટુ બોલી રિલેશન રાખી રહ્યો છે.

Shah Jina