અમદાવાદમાં પતિએ સાબરમતીમાં જંપલાવી દીધું, બૈરાની એવી પોલ ખોલી કે કહેશો ખરેખર કળયુગ જ છે હવે

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે તો ઘણીવાર રિઝલ્ટ સારુ ના આવવાને કારણે તો બાળકો માતા-પિતાની નાની અમથી વાતનું ખોટુ લગાવી આપઘાત કરી લેતા હોય છે. ઘણીવાર કેટલીક પરણિતાઓ પતિના ત્રાસને કારણે આપઘાત કરી લેતી હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી પતિના ત્રાસથી પત્નીએ નહિ પરંતુ પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આપઘાત પહેલા યુવકે વીડિયો પણ બનાવ્યો હતો અને તેણે કહ્યુ હતુ કે, હું કંટાળી ગયો છું, સુસાઇડ કરું છું, તેની જવાબદારી મારી પત્નીની રહેશે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

વીડિયો રેકોર્ડ કર્યા બાદ પત્નીના ત્રાસથી કંટાળેલા યુવકે સાબરમતી નદીમાં પડતુ મૂક્યુ હતુ. યુવકે જે મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો, તે યુવક પાસે જ હતો અને ભીનો થવાનો કારણે ફોન પણ બંધ થઇ ગયો હતો. જો કે, ત્યારબાદ ફોન રિપેર થતાં વીડિયો સામે આવ્યો. આ મામલે પત્ની સામે ફરિયાદ નોંધાઇ છે અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ પણ હાથ ધરી છે. ઘટનાની વિગત જોઇએ તો, અમદાવાદના અસારવામાં રહેતા કિરીટ દેવડાના લગ્ન 9 ડિસેમ્બર 2016ના રોજ મંજુ રાઠોડ સાથે થયા હતા.

આ લગ્ન સામાજિક રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ મંજુએ દીકરીને જન્મ પણ આપ્યો હતો. જો કે, લગ્નના બે વર્ષ બાદ મંજુ પિતા અને ભાઇની ચઢામણીએ આવી ગઇ અને મનસ્વી વર્તન કરવા લાગી. તે પતિ અને સાસરિયાં સાથે ઝઘડો કરતી અને આર્થિક મદદ કરવા દબાણ કરતી. એટલું જ નહિ, પરંતુ મંજુ તેના પતિ પર હાથ પણ ઉગામતી હતી અને મરી જવાની ધમકી પણ આપતી હતી. આ ઉપરાંત તે તેના પતિને સ્ત્રી તરફી કાયદા હોવાથી કેસમાં પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી.

ઉલ્લેખનીય છે કે, મંજુએ 30 જૂને ઘરમાં કચરો વાળવાની બાબતે ઝઘડો કર્યો ત્યારે તેના પતિ કિરીટે જણાવ્યું કે, બહાર માતા-પિતા છે, ધીરે બોલ ત્યારે પત્ની ઉશ્કેરાઇ ગઇ અને કિરીટને સાવરણીથી માર માર્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો આવ્યા અને મંજુને સમજાવવા પ્રયાસ કર્યો. પરંતુ મંજુએ કોઇની વાત ન માની અને ત્યારે કિરીટે સાળાને ફોન કર્યો અને મંજુને લઇ જવા કહ્યું. ત્યારે તેના સાળાએ એવું કહ્યુ કે, સવારે લેવા આવીશું. બીજા દિવસે મંજુને કિરીટ પિયર મૂકી આવ્યો. પરંતુ કિરીટ પાછો ફર્યો ન હતો. કિરીટના ભાઇ મનોજ પર આ દરમિયાન બપોરે ફોન આવ્યો કે તેણે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે.

ત્યારે આ સાંભળી પરિવાર રિવરફ્રન્ટ પર પહોંચ્યો હતો. જ્યાં કિરીટની લાશ મળી આવી. બીજી બાજુ કિરીટનો મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યું. મોબાઇલ તેની પાસે જ હોવાથી ભીનો થઇ ગયો હતો અને બંધ થઇ ગયો હતો. પરંતુ તેને રીપેર કરાવ્યો, જે બાદ તેમાં વીડિયો હતો. આ વીડિયોમાં કિરીટે કહ્યું હતું કે, હું મારી જિંદગીથી કંટાળી ગયો છું, એટલે સુસાઇડ કરવા જાઉં છું તેની જવાબદાર મારી પત્ની રહેશે. આ વીડિયો જોયા બાદ કિરીટના ભાઇ અને ભાભીએ મંજુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી, જે બાદ હાલ પોલીસે તપાસ આરંભી છે.

Shah Jina