ખબર

અમદાવાદમાં ફરી એવી જગ્યાએ કેસો નોંધાયા જે કોઈએ વિચાર્યું નહોતું, લોકોને ફફડી ગયા

રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. લાગે છે કે અમદાવાદ બીજું વુહાન છે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈને ફફડાટ ફેલાયો છે. આ વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે.

Image Source

અમદાવાદમાં કોરોનાએ હવે સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પહોંચ્યો છે.જેલ સિપાઈ, કેદી સિપાઈ સહિત 13 કેસ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પાકા કામના 5 અને કાચા કામના 5 કેદી કોરોના સંક્રમિત નીકળ્યા છે. પેરોલ પરથી આવેલા કેદીએ સંક્રમણ ફેલાવ્યું છે. બીજી બાજુ ભાવનગરનો એક કેદી છેલ્લા ઘણા સમયથી અમદાવાદની મેન્ટલ હોસ્પિટલ માં સારવાર લઈ રહયો હતો અને જે પરત જેલમાં આવતા તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Image source

સાબરમતી સેન્ટ્રલ જેલના 2 જેલર અને 11 કેદી સિપાહી સહીત કુલ 13 પોઝીટીવ કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. 5 પાકા કામના કેદી અને 6 કાચા કામના કેદીના રિપોર્ટર કરતાં પોઝિટીવ આવ્યા હતા. આ બધા પેરોલ પરથી જેલમા આવેલા કેદી હતા અને એમણે જેલમા કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું છે.

Image Source

કોરોના મામલે અમદાવાદ ભારતમાં બીજા નંબર પર છે. આ સાથે જ વધુ 21 સુપર સ્પ્રેડર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં ભાઈપુરાના હરિપુરામાં 21 કેસ પોઝિટીવ આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.