સાબરકાંઠામાં દીકરાએ પોતાના જ બાપ સાથે કરી દીધો એવો કાંડ કે હવે જેલના સળીયા ગણવાનો આવ્યો વારો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાની ઘટના સામે આવતી રહે છે. છેલ્લા ઘણા સમયમાં હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ સાબરકાંઠાના ઇડરમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક સગા પુત્રએ પોતાના પિતાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ બાબતે પોલિસને જાણ કરાતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, ઇડરના વડાલીમાં રહેતા નાનજીભાઇ પટેલ જયારે બપોરે ઘરે હતા ત્યારે તેમના દીકરા પ્રભુદાસે તેમના પર કુહાડી લઇને હુમલો કર્યો હતો. જેના કારણે નાનજીભાઇને માથામાં, ગરદન પર અને જબડામાં ઇજા પહોંચી હતી જેના કારણે તેમનું મોત થયુ હતુ. આ બાદ હત્યારો ફરાર થઇ ગયો હતો.

પરંતુ તે મોડી સાંજે પરત ફરતા પોલિસે તેની અટકાયત કરી હતી. લાંબા સમયથી ઘરમાં કંકાસ ચાલી રહ્યો હોવાને કારણે પુત્રએ તેના પિતાને ચારેક દિવસ અગાઉ પણ લાકડીથી માર માર્યો હતો અને ત્યારે ફરી તેણે રવિવારના રોજ કુહાડીના ઘા ઝીંકી તેના પિતાની હત્યા કરી દીધી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે પુત્ર મગજનો અસ્થિર છે અને તે છુટક મજૂરી કરતો હતો. હાલ તો પોલિસે હત્યારાને જેલ ભેગો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina