મનોરંજન

એક મહિનાનો થઇ ગયો સૈફનો ચોથો બાળક, ફોઈ સબા ખાને શેર કરી ખુબ જ પ્રેમાળ તસ્વીર

ફઈએ સેફ અલી ખાનના ચોથા બાળકની તસ્વીર શેર કરી, જુઓ

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન હવે બીજીવાર માતા બની ગઈ છે. તેને એક દીકરાને જન્મ આપ્યો છે. જો કે હજુ સુધી સૈફ અને કરીનાના લાડલા દીકરાની ના તો તસ્વીર સામે આવી છે ના તેનું નામ હજુ સુધી જાહેર થયું છે, પરંતુ આ દરમિયાન દીકરાના એક મહિનો પૂર્ણ થવા ઉપર સૈફ અલી ખાનની બહેન સબા ખાને તસ્વીર શેર કરી છે.

સબા ખાને શેર કરેલી તસ્વીરની અંદર સૈફ પોતાના નાના દીકરાને ખોળામાં લીધેલો નજર આવી રહ્યો છે. આ સૈફનો તેના સૌથી નાના દીકરા સાથેની પહેલી તસ્વીર છે. સબાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીની અંદર સૈફ સાથેની આ તસ્વીર શેર કરી છે. જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. સબાએ આ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે, 1 મહિનો પૂર્ણ થયો.

તસ્વીરની અંદર એક તરફ સૈફ અલી ખાન છે તો બીજી તરફ કરીના કપૂર ખાન છોટે નવાબ સાથે જોવા મળી રહ્યા છે. તો બીજી એક તસ્વીરમાં કરીનાના દીકરાનો પગ નજર આવી રહ્યો છે.

સબાએ આ તસ્વીર પટૌડી પરિવારના નવા મહેમાનનો એક મહિનો પૂર્ણ થવાની ખુશીમાં શેર કરી છે. કરીના અને સૈફના ચાહકો તેમના નાના દીકરાની એક ઝલક જોવા માટેની અપીલ કરી રહ્યા છે.

પરંતુ આ વખતે કરીના અને સૈફ બંનેએ ના દીકરાની પહેલી ઝલક શેર કરી છે કે ના તેનું નામ જાહેર કર્યું છે, કારણ કે તૈમુરના જન્મ બાદ તેના નામને લઈને ખુબ જ મોટો હોબાળો પણ મચી ગયો હતો.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે મુંબઈની એક ખાનગી હોસ્પિટલની અંદર 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો અને બે દિવસ બાદ તે હોસ્પિટલમાંથી ઘરે આવી ગઈ હતી. ગઈકાલે સૈફ અને કરીનાના લાડલાને એક મહિનો પૂરો થઇ ગયો.