જહાંગીર નામ રાખ્યું તો લોકોએ ગંદી ગંદી સંભળાવી….ફઈને પેટમાં દુખ્યું- જુઓ લોકોએ શું શું કહ્યું
બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાને પોતાના બીજા દીકરાના જન્મ બાદ ઘણા લાંબા સમય પછી નામની જાહેરાત કરી છે. તેના પહેલા દીકરાના નામ “તૈમુર”ને લઈને સોશિયલ મીડિયામાં ખુબ જ વિવાદ જામ્યો હતો. ઘણા લોકો તેના નામને લઈએં ટ્રોલ કરવા લાગ્યા હતા, જેના કારણે આ વખતે કરીના અને સૈફે પોતાના દીકરાનું નામ છુપાવીને રાખ્યું હતું.
પરંતુ હાલમાં તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”ના માધ્યમ દ્વારા તેના દીકરાનું નામ સામે આવ્યું છે. કરીના અને સૈફના બીજા દીકરાનું નામ “જહાંગીર” રાખવામાં આવ્યું છે. હવે તેના નામને લઈને ફરીથી વિવાદ ઉભો થયો છે અને લોકો હવે તેના આ નામને લઈને કરીના અને સૈફને પણ ટ્રોલ કરવા લાગ્યા છે. ત્યારે હવે તેના બચાવમાં સૈફની બહેન અને કરીનાની નણંદ સબા અલી ખાન સામે આવી છે.
સબા ખાન પોતાની ભાભી કરીના કપૂર ખાનના સમર્થનમાં આગળ આવી છે તેને સોશિયલ મીડિયા ઉપર કરીના કપૂ રને ટ્રોલ કરવા વાળાની કલાસ લગાવી દીધી છે. તેને ટ્રોલર્સને જવાબ આપતા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ શેર કરી છે. જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ પોસ્ટ દ્વારા સબાએ ટ્રોલર્સના મોઢા બંધ કરી દીધા છે.
પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સ્ટોરી શેર કરતા સબા અલી ખાને સોશિયલ મીડિયા ઉપર હાજર રહેલા લોકોને સવાલ પૂછ્યો છે કે “નામમાં શું રાખ્યું છે ? પ્રેમ કરો, જીવો અને જીવવા દો. બાળકો ભગવાનનો આશીર્વાદ હોય છે.” સબા અલી ખાન મોટાભાગે પોતાના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે.
તમને જણાવી દઈએ કે સબા અલી ખાન બોલીવુડથી દૂર છે. સબા એક જવેલરી ડિઝાઈનર, ટેરો કાર્ડ રીડર અને સ્પિરિચુઅલ હિલર છે. તે મોટાભાગે સોશિયલ મીડિયા ઉપર પોતાની જવેલરી ડિઝાઇનને પણ શેર કરતી રહે છે. સબા અલી ખાનને ઔકાફ-એ-શાહી ટ્રસ્ટની જવાબદારી સાંભળી છે. આ ટ્રસ્ટ ભોપાલની રાજસી વક્ફ સંપત્તિઓનું પ્રબંધન કરે છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેમના હજારો ફોલોઅર્સ છે.