કરીનાની નણંદ અને સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન 42 વર્ષની થઇ ગઈ છે. નવી દિલ્લીમાં જન્મેલી સોહા વિષે તો લોકો ઘણું જાણે છે પરંતુ તેની બહેન સબા અલી ખાન વિષે બહુ ઓછા લોકો જાણે છે. ફિલ્મી અને પાર્ટીથી દૂર રહેનારી સબા કરોડો રૂપિયાની પ્રોપટીની માલિકણ છે. એક રિપોર્ટ્સ અનુસાર તે 2700 કરોડ રૂપિયાની માલિકણ છે.

44 વર્ષની સબા અલી ખાન આજે પણ અનમેરીડ છે. હાલ તો તે ઈન્ડીપેન્ડટ લેડી પોતાનો ધંધો સંભાળી રહી છે. સબા એક જવેલરી ડિઝાઈનર છે અને ખુદનો બિઝનેસ કરે છે. થોડા સમય પહેલા એક ડાયમંડ ચેનથી બિઝનેસથી શરૂઆત કરી હતી.

આ જ કારણ છે કે કરીનાની બીજી નણંદ એટલે કે સબા અલી ખાન લાઇમ લાઇટમાં નથી રહેતી. ફેમિલી ફંક્શનને છોડીને સબા કોઈ ઇવેન્ટમાં ઓછી જ જોવા મળે છે.

ઔકાફ-એ-શાહીની મુખ્યા હોવાને કારણે સબા અલી ખાન પટૌડી ખાનદાનની બધી જ પ્રોપટીનો હિસાબ રાખે છે. આ જ કારણે તે ઘણી વ્યસ્ત રહે છે.

ભારત સરકાર અને ભોપાલના એ સમયના નવાબ હમીદુલ્લાહ ખાન વચ્ચે એક મર્જર એગ્રીમેન્ટમાં સાફ-સાફ લખ્યું હતું કે, ઔકાફ-એ-શાહી નવાબ પરિવાર દ્વારા ગઠિત એક સ્વતંત્ર સંસ્થા છે, જે પર બોર્ડનો કોઈ અધિકાર નથી રહેતો.

ઔકાફ-એ-શાહીનું મુતાવાલી ભોપાલ નવાબ અથવા પટૌડી ખાનદાનથી થાય છે. આ કારણે જ પટૌડી ખાનદાનની દીકરી સબા અલી ખાન તેની મુખિયા છે.

ભાભી કરીના કપૂર ખાન અને સબાની ક્લોઝ બોન્ડિંગ છે. બંને સાથે સમય વિતાવે છે. બંનેના બોન્ડિંગથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે કરીનાના બર્થડે પર સૈફ અલી ખાને સબાને એક ડાયમંડ સેટ ડિઝાઇન કરવાં માટે કહ્યું હતું.

સબાના જણાવ્યા અનુસાર, જવેલરી ડિઝાઇનિંગની પ્રેરણા તેની માતા પાસેથી મળી હતી. સબાના જણાવ્યા અનુસાર, શર્મિલા ટાગોર બહુ જ સ્ટાઈલિશ છે. તે ખુદને બહુ જ ફિટ રાખે છે. તેને જોઈને જ હું જવેલરી ડિઝાઇન કરું છું.

સબાની માતા અને એક્ટ્રેસ શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, બાળપણમાં સૈફ અલી ખાન ઘણો તોફાની હતો. જયારે સોહા ભણવામાં સારી હતી. સબા બહુ ક્રિએટિવ હતી. સબા આખા પરિવારનો બિઝનેસ સંભાળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.