મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ જોતા પહેલા વાંચી લેજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે, ક્લિક કરીને વાંચો ફિલ્મ ‘સાહો’નો રીવ્યુ

સુપરડુપર હિટ બાહુબલી બાદ પ્રભાસની બહુ ચર્ચિત ફિલ્મ સાહો સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે ત્યારે આ ફિલ્મને લઈને પ્રભાસના ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. પરંતુ આ ફિલ્મ માટે જેટલી હાઇપ ક્રિએટ કરવામાં આવી હતી આ ફિલ્મ લોકોની આશાઓ પર એટલી ખરી ઉતરી નથી. ફિલ્મના રિલીઝ થયા પહેલા આ ફિલ્મ વિશે ઘણી ચર્ચાઓ થઇ હતી કે આ ફિલ્મ બિગ બજેટ ફિલ્મ છે, એક્શન થ્રિલર છે, આમાં બાહુબલીનો પ્રભાસ છે, પરંતુ આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ નિરાશાજનક ફિલ્મ છે.

આ ફિલ્મની સ્ટોરીમાં કોઈ ખાસ દમ નથી. આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડીને રાખતી નથી. ફિલ્મની વાર્તા ચોર-પોલીસ પ્રકારની છે, જેમાં પોલીસનો અંદર કવર એજન્ટ હોય, માફિયા ડોન હોય, અને એક ખાસ વસ્તુ માટેની ફાઇટ હોય. ફિલ્મમાં કોણ ચોર છે અને કોણ પોલીસ છે એ વાત જાણી નથી શકતી. વચ્ચે વચ્ચે ગીતો અને ટ્વીસ્ટ નાખીને દર્શકોને પકડીને રાખવાની કોશિશ કરવામાં આવી છે, પણ કોઈ ખાસ વાત બનતી નથી.

ટૂંકમાં કહીએ કે ફિલ્મમાં એ જ સમજમાં નથી આવતું કે આ સ્ટોરી ચોરી છે કે બદલાની છે કે ચોર-પોલીસની વાર્તા છે તો ચાલે. ફિલ્મની વાર્તા ખૂબ જ કન્ફ્યુઝ કરે તેવી છે. પ્રભાસ અને શ્રદ્ધા વચ્ચે કોઈ ખાસ કેમેસ્ટ્રી નથી. આ ફિલ્મમાં ચંકી પાંડે, જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ આ બધાનું જ કામ ખરાબ છે.

ફિલ્મમાં પ્રભાસ કોઈ ખાસ કમાલ નથી કરી બતાવતા તો શ્રદ્ધા કપૂર પણ ફિલ્મમાં કોઈ ખાસ કમાલ નથી કરી શકી. ફિલ્મમાં શ્રદ્ધા એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે, જેનું પાત્ર ફિલ્મમાં દમદાર નથી સાબિત થયું. સાહો એક કહેવાતી સાઉથ ઇન્ડિયાન ફિલ્મ જ છે કે જેને મગજ બાજુ પર મૂકીને ફક્ત એક્શન સીન જોવા માટે જોઈ શકે છે.

ફિલ્મ જોઈને એવું લાગે છે કે ફિલ્મના ડિરેક્ટર કઈંક અલગબનાવવા માંગતા હતા પણ બની ન શકાયું. ફિલ્મ ખૂબ જ લાંબી છે અને ફિલ્મમાં કશે પણ ગીતો મૂકીને ફિલ્મને વધુ અજીબ બનાવી દેવામાં આવી છે.

ફિલ્મનું બજેટ 350 કરોડ હતું. ડિરેક્ટર સુજીત આ ફિલ્મને એક હિટ ફિલ્મ બનાવવામાં નિષ્ફળ થયા છે. ફિલ્મમાં ગ્રાફિક્સ સારા છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઇ છે. જો કે સાઉથના દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આ ફિલ્મને 5માંથી 1.5 સ્ટાર્સ આપીને ફિલ્મને ફ્લોપ કહી છે. તરણ આદર્શે ટ્વીટર પર ફિલ્મ વિશે કહ્યું છે કે આ ફિલ્મ અસહનીય છે, ફિલ્મમાં ટેલેન્ટ, પૈસા અને અવસરની બરબાદી છે. નબળી પટકથા અને ભ્રમિત દેનાર સ્ક્રીન પ્લે અને નબળું ડાયરેક્શન.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks