મનોરંજન

રણબીર કપૂરની આ અભિનેત્રીએ વિદેશી ડોકટર સાથે સગાઈ, હોંઠ પર KISS કરતો ફોટો મુક્યો અને…

“સાહો”, “કિસ્સેબાજ”, “યે જવાની હે દીવાની” અને “યારિયાં” જેવી ફિલ્મોમાં જોવામાં મળેલી અભિનેત્રી એવલિન શર્મા હાલમાં ખુબ જ ચર્ચામાં છવાયેલી છે.

એવલિન થોડા સમયથી ઓસ્ટેલિયન ડેન્ટલ સર્જન અને વ્યવસાયિક રીતે ડોક્ટર તુશાન ભીંડીને ડેટ કરી રહી છે. જણાવી દઈએ કે,

એવલિન એક જર્મન અને ઇન્ડિયન મોડલ છે તે વર્ષ 2006માં અમેરિકન ફિલ્મ “ટર્ન લેફ્ટ”થી પોતાના કરિયરની શરુઆત કરી હતી.

હાલમાં  જ બંનેએ સગાઈ કરી લીધી છે. તુશાન એકદમ ફિલ્મી અંદાજમાં એવલિનને પ્રપોઝ કર્યું હતું. જલ્દી તે બંને લગ્ન કરશે.

આ વિશે એવલિનને જણાવ્યું કે, “તુશાન અને હું સિડનીના એક ફેમસ હૉર્બર બ્રિજ પર ગયા હતા. ત્યાં તેને રોમેન્ટિક અંદાજમાં ઘૂંટણ પર બેસીને એક સ્પેશિયલ નોટ સંભળાવીને  રોમેન્ટિક અંદાજમાં મને પ્રપોઝ કર્યું હતું.”

આ સમયની એક તસ્વીર એવલિનને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છે કે એવલિન પોતાના પાર્ટનરને કિસ કરી રહી છે.તે બંને બોટમાં છે. આ તસ્વીરનાં કેપ્શનમાં તેને યશ લખીને પાંચ ઈમોજી મુક્યા હતા.

એવલિનને આગળ જણાવતા કહ્યું કે, “જયારે તે મને પ્રપોઝ કરી રહ્યા હતા તે સમયે ગિટારવાળા મારુ મનપસંદ ગીત વગાડી રહ્યા હતા. તુશાન મને સારી રીતે ઓળખે છે અને તેનું પ્રપોઝ પણ પરફેક્ટ હતું. આ સપનું પૂરું થવા જેવું લાગી રહ્યું છે.”

લગ્નને લઈને એવલિનનું કહેવું છે કે, “તેમને હજી સુધી નક્કી નથી કર્યું કે તે બન્ને કયારે લગ્ન કરશે. આ ઉપરાંત તેને કહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયા સીફ્ટ થવા માંગે છે.”

આ તસ્વીરને પોસ્ટ કર્યા પછી એવલિનને તસ્વીરને કોમેન્ટ કરતા લખ્યું છે કે, “તમારા બધાના પ્રેમ અને દુઆઓ માટે તમારો આભાર. તે અમારા માટે ખુબ ખાસ છે.” મીડિયા રિપોર્ટ પ્રમાણે એવલિન અને તુશાન એકબીજાને બ્લાઇન્ડ ડેટમાં મળ્યા હતા.

 

View this post on Instagram

 

Yessss!!! 🥰💍🥳😍🤩

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.