મનોરંજન

રંગભેદને લઈને શાંતિપ્રિયા મોટું નિવેદન, અક્ષય કુમારે બધાની સામે કર્યો હતો મારા રંગનો મજાક

25 વર્ષ પછી આ હિરોઈન અક્ષયની હરકતનો કર્યો ખુલાસો, લોકોએ કરી થૂ થૂ

આજકાલ દુનિયાભરમાં રંગભેદને લઈને થયેલ ઝઘડા ચાલુ જ છે. ઘણી કંપનીઓ અને સેલેબ્સ રંગભેદ વિરુદ્ધ સામે આવ્યાછે તો ઘણાઆ રંગભેદને લઈને ફેંસલા પણ લીધા છે. આ વચ્ચે સાઉથ અને બોલિવૂડ ફિલ્મ્સની લોકપ્રિય અભિનેત્રી શાંતિપ્રિયા ચર્ચામાં છે. શાંતિપ્રિયા બિગ બોસ 14 અને તેના રંગભેદ વિશેની પોતાની કહાનીને લઈને ચર્ચામાં છે. તેણે કહ્યું કે ઘણી વખત તે રંગભેદનો શિકાર બની છે અને ઘણી વખત તે લોકોની સામે નીચી પણ દેખાડવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by ShanthiPriya (@shanthipriyaofficial) on

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને જણાવ્યું હતું કે, આજે સમય બદલાઈ ગયો છે, હવે તમારા શ્યામ રંગ વિશે કોઈ જાહેરમાં કમેન્ટ નથી થતી. પરંતુ 90 ના દાયકામાં જ્યારે હું બોલિવૂડમાં કામ કરવા આવી ત્યારે ત્યારે મારો શ્યામ રંગ મારો દુશ્મન બની ગયો હતો. આ સાથે જ તેને તેની પહેલી ફિલ્મ સૌગંધ સાથે કિસ્સા શેર કરતી વખતે તેણે કહ્યું કે તે દરમિયાન મને ક્રૂ મેમ્બર્સની સમક્ષ જોરથી પૂછવામાં આવ્યું, તમારો મેકઅપ કોને કર્યો છે. શરમાઈ જતી હતી અને કહેતી હતી કે મ ખુદે મારો મેકઅપ કર્યો છે. આ બાદ શુટીંગ રોકી દેવામાં આવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by ShanthiPriya (@shanthipriyaofficial) on

શાંતિપ્રિયાએ તેની પહેલી ફિલ્મ સૌગંધ અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મએક્કે પે એક્કામાં પણ કામ કર્યું હતું. તે ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રીએ ટૂંકા ડ્રેસમાં એક સીન આપ્યો હતો અને તે સ્કિન કલરનો સ્ટોકર પહેરીને આ સીન કરી રહી હતી. પરંતુ સ્ટોકર પહેર્યા પછી પણ મારા ઘૂંટણ કાળા દેખાતા હતા જેના કારણે અક્ષય કુમારે મારી મજાક ઉડાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ShanthiPriya (@shanthipriyaofficial) on

શાંતિપ્રિયાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અક્ષય કુમાર સહિત સેટ પર ઘણા લોકો હતા. બધાની સામે અક્ષયે કહેવાનું શરૂ કરી દીધું કે શાંતિના પગમાં લોહીના મોટા ગંઠા છે.અક્ષયકુમારે બધાની સામે આ વાત ઘણીવાર કહી હતી. મને પણ સમજમાં ના આવ્યું કે મારા પગમાં લોહીના ગાંઠ ક્યાંથી આવ્યા. તે સમયે અક્ષયની વાત સાંભળીને મારા ચહેરાનો રંગ રંગ ઉડી ગયો હતો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી હતી કે, લોકો શું વિચારશે. હું બહુ જ અસહજ મહેસુસ કરી રહી હતી. શાંતિપ્રિયાએ જણાવ્યું હતું કે, આજે અક્ષય કુમાર તેનો સારો મિત્ર છે. તેને ઘણીવાર એક્ટ્રેસની મદદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by ShanthiPriya (@shanthipriyaofficial) on