અજબગજબ

આ છે 105 રૂમ વાળી એવી શ્રાપિત હોટલ, જ્યાં આજ સુધી કોઈ રોકાઈ નથી શક્યું, જાણો કેમ ?

દુનિયાની અંદર ઘણી એવી જગ્યાઓ છે જેના વિશેના રહસ્યો હેરાન કરનારા હોય છે ત્યારે ઉત્તર કોરિયામાં પણ એવી ઘણા જગ્યાઓ છે જેના વિશે જાણવું પણ એક રહસ્ય સમાન બની જાય છે. એવી જ એક હોટલ જે પિરામિડ જેવા આકારમાં છે અને તેનું માથું ધારદાર દેખાય છે, આ ઇમારત ગગનચુંબી છે. આ હોટલનું નામ રયુગયોન્ગ છે. પરંતુ તેને યૂ-ક્યૂન્ગના નામે ઓળખવામાં આવે છે.

Image Source

ઉત્તરકોરીયાની રાજધાની પ્યોન્ગયોન્ગમાં 303 મીટર ઊંચી આ હોટલની અંદર કુલ 105 ઓરડાઓ આવેલા છે. પરંતુ આજ સુધી કોઈપણ વ્યક્તિ આ હોટલમાં રોકાયો નથી. બહારથી સુંદર દેખાઈ રહેલી અને અંદરથી સુમસાન દેખાતી આ હોટલને “શ્રાપિત હોટલ” અથવા તો “ભૂતિયા હોટલ” તરીકે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા અમેરિકી મેગેજીન “ઈસ્કવાઇયરે” આ હોટલને માનવ ઇતિહાસની સૌથી ખરાબ ઇમારત તરીકે જાહેર કરી દીધી હતી.

Image Source

આ હોટલના નિર્માણમાં ખુબ જ પૈસા ખર્ચવામાં આવ્યા છે. જાપાની મીડિયા પ્રમાણે ઉત્તર કોરિયાએ તેના નિર્માણમાં 750 મિલિયન ડોલર એટલે કે લગભગ 55 અરબ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તે છતાં પણ આ હોટલ હજુ શરૂ નથી થઇ શકી.

Image Source

આ હોટલને દુનિયાની સૌથી ઊંચી હોટલના રૂપમાં બનાવવામાં આવી હતી પરંતુ હવે તેની એક અલગ ઓળખ બની ગઈ છે. હવે તેને દુનિયાની સૌથી ઊંચી વિરાન ઇમારતના રૂપમાં ઓળખવામાં આવે છે. જેના કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયું છે. જો આ હોટલ તેના નિર્ધારિત સમયમાં બની ગઈ હોત તો તેને દુનિયાની 7મી સૌથી ઊંચી ઇમારતના રૂપમાં ઓળખવામાં આવતી.

Image Source

આ હોટલનું નિર્માણ કાર્ય 1987માં શરૂ થયું હતું. અને ધારણા પ્રમાણે તે હોટલ 2 વર્ષમાં બનીને તૈયાર થઇ જવાની હતી. પરંતુ આ હોટલ બનાવામાં કોઈને કોઈ અડચણ આવતી રહી. ત્યારબાદ 1992માં તેનું નિર્માણ કાર્ય રોકી દેવું પડ્યું. કારણ કે તે સમયે ઉત્તર કોરિયા આર્થિક રૂપે ખુબ જ કમજોર હતું.

Image Source

જોકે, વર્ષ 2008માં આ હોટલને બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું. પહેલા તો આ વિશાળકાય હોટલને વ્યવસ્થિત કરવામાં 11 અરબ રૂપિયા ખર્ચ થઇ ગયા. ત્યારબાદ ફરી નિર્માણ કાર્ય શરૂ થયું. આખી ઇમારતમાં કાચની પેનલ લગાવવામાં આવી અને બાકી નાના મોટા કામ કરાવવામાં આવ્યા.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2012માં ઉત્તર કોરિયા પ્રસાશને એ જાહેરાત કરી હતી કે હોટલનું કામ 2012 સુધી પૂર્ણ થઇ જશે. પરંતુ થઇ ના શક્યું. ત્યારબાદ પણ ઘણીવાર આશાઓ રાખવામાં આવી કે હોટલ આ વર્ષે શરૂ થઇ જશે, પરંતુ હકીકત તો એ છે કે હોટલ આજે પણ ખુલી શકી નથી. કહેવાય છે કે આ હોટલનું કામ આજે પણ અડધું અધૂરું છે.